Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી રોજ થશે એર ઇન્ડિયાના પાઇલટ્સનો ડ્રગ ટેસ્ટ:ફુકેટ દિલ્હી ફ્લાઇટના પાઇલટ પોઝિટિવ મળ્યા બાદ કાર્યવાહી

    7 hours ago

    એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ તેના તમામ પાઇલટોની સાયકોએક્ટિવ પદાર્થો અને પ્રતિબંધિત દવાઓની તપાસ કરાવશે. આ નિર્ણય ગયા અઠવાડિયે ફુકેટ-દિલ્હી ફ્લાઇટના કેપ્ટનના સાયકોએક્ટિવ પદાર્થની તપાસમાં પોઝિટિવ મળ્યા બાદ લેવામાં આવ્યો છે. બંને એરલાઇન્સમાં ટાટા ગ્રુપની માલિકીના 5,000થી વધુ પાઇલટ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફરજિયાત તપાસ ગુરુવારથી શરૂ થશે. તમામ પાઇલટોની થશે તપાસ બંને એરલાઇન્સે પાઇલટોને મોકલેલા આંતરિક સંદેશમાં જણાવ્યું હતું કે, હાલના નિયમો હેઠળ પ્રતિબંધિત તમામ પદાર્થો અને દવાઓની સંપૂર્ણ તપાસ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, તપાસ ગુરુગ્રામ એકેડમીમાં ટ્રેનિંગની સાથે-સાથે કરવામાં આવશે. આ ઉપરાંત, ફ્લાઇટ પછી ફ્લાઇટ બ્રીફિંગ સેન્ટરો, એરલાઇન્સની ઓફિસો અથવા સંબંધિત બેઝથી નિર્ધારિત સ્થળોએ પણ ટેસ્ટ થશે. એરલાઇન્સ અનુસાર, આ પહેલ સુરક્ષાના સર્વોચ્ચ ધોરણો જાળવી રાખવા માટે પહેલેથી જ કરવામાં આવી રહી છે. તેનો હેતુ મુસાફરો, હિતધારકો અને સમગ્ર સમુદાયને વિશ્વાસ અપાવવાનો પણ છે. ફુકેટ-દિલ્હી ફ્લાઇટમાં 24 લોકો ઘાયલ થયા હતા 4 ઓગસ્ટે, એરબસ A320 દ્વારા સંચાલિત ફુકેટ-દિલ્હી ફ્લાઇટ AI2379એ હવામાં હલચલ (ટર્બ્યુલન્સ) વચ્ચે અચાનક 300 ફૂટ ઊંચાઈ ગુમાવી દીધી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 24 લોકો ઘાયલ થયા હતા. પ્લેનમાં 145 લોકો સવાર હતા. જેમાં 137 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બરનો સમાવેશ થતો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઇટના કેપ્ટનની કન્ફર્મેટરી સ્ક્રીનિંગ તપાસ સાયકોએક્ટિવ પદાર્થ માટે પોઝિટિવ આવી હતી. પાઇલટના શરીરમાં સાયકોએક્ટિવ ડ્રગ મારિજાઉના (ગાંજો) મળી આવ્યું હતુ
    Click here to Read More
    Previous Article
    The crisis after the flood in Assam villages: Lost livestock, missed crop, and wait for aid
    Next Article
    ફતેપુરામાં મકાનમાંથી જુગાર ધામ ઝડપાયું:10 શખસ 23 હજારના મુદ્દામાલ સાથે રંગેહાથ પકડાયા, મકાન માલિક ફરાર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment