Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે ભક્તો ઉમટ્યા:હર હર મહાદેવના નાદથી ગૂંજ્યું મંદિર પરિસર, સોમવારે વિશેષ મહાપૂજા અને ભસ્મ આરતીનું આયોજન

    13 hours ago

    પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ ઉત્તર ગુજરાતના ઐતિહાસિક નગર વડનગરમાં નાગર જ્ઞાતિના કુળદેવ અને અતિ પ્રાચીન એવા હાટકેશ્વર મહાદેવ મંદિરે શિવભક્તિનો અદ્ભુત માહોલ છે. શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે અને સમગ્ર વાતાવરણ "હર હર મહાદેવ" અને "બમ બમ ભોલે"ના નાદથી ગુંજી ઉઠ્યું છે. શ્રાવણના સોમવારે વિશેષ મહાપૂજાનું આયોજન નાગર શૈલીના પ્રાચીન અને બેનમૂન સ્થાપત્ય ધરાવતા આ ઐતિહાસિક મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન દરરોજ શિવજીનો વિશેષ શૃંગાર અને અભિષેક કરવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી જ શિવભક્તો જળાભિષેક, દુગ્ધાભિષેક તેમજ બિલિપત્ર અર્પણ કરી દેવાધિદેવ મહાદેવની આરાધનામાં લીન જોવા મળે છે. શ્રાવણના સોમવારે અહીં વિશેષ મહાપૂજા, લઘુરૂદ્ર પાઠ અને સંધ્યાકાળે ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવે છે, જેના દર્શન માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. હાટકેશ્વર ધામમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો સંગમ શ્રાવણ માસની ભક્તિમય પહલને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા ભક્તો માટે પીવાના પાણી, સુગમ દર્શન લાઈન અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન પડે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન હાટકેશ્વર ધામમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો સંગમ જોવા મળશે. 'ભગવાન શિવ પાસે પ્રાર્થના કરું અને મારી પ્રાર્થના સ્વીકારે છે' મૂળ ઈન્ડોનેશિયા અને હાલ ખેરાલુમાં રહેતા યુકા દેવીએ જણાવ્યું કે, હું અહીં આવી છું કારણ કે મેં એક ભારતીય વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે.​ હું ઘણી વાર અહીં આવી છું. મેં આ મંદિર વિશે ગૂગલ પર લાંબા સમય સુધી સર્ચ કર્યું હતું. મને લાગે છે કે આ મંદિર બન્યાના લગભગ 100 વર્ષ થઈ ગયા છે. હું ભગવાન શિવ પાસે પ્રાર્થના કરું છું અને મારી પ્રાર્થના સ્વીકારે છે. મને લાગે છે કે અહીં આવતા બધા લોકો પોતાની મનોકામના લઈને આવે છે. મહાદેવ ચોક્કસપણે આ દુનિયાના તમામ લોકોની અને ખાસ કરીને ભારતના લોકોની દરેક પ્રાર્થના સાંભળતા હશે. ​કારણ કે મહાદેવ નકારાત્મકતા દૂર કરીને તેમને શાંતિ, સ્વતંત્રતા, ખુશી અને બીજું ઘણું બધું પ્રદાન કરે છે.
    Click here to Read More
    Previous Article
    હેલ્પ્સ ફાઉન્ડેશને ઘાટલોડિયા શાળાના વિદ્યાર્થીઓને ટીશર્ટ, ટ્રેકપેન્ટ આપ્યા:ટ્રસ્ટી વિજયભાઈ પટેલે વિતરણ કરી બાળકોને પ્રેરણા આપી
    Next Article
    ઝારખંડ લાઠીચાર્જ વિરોધમાં બોટાદમાં ABVPનું રસ્તા રોકો આંદોલન:વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment