Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં પ્રોહિબિશન બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી:જિલ્લા મેજિસ્ટ્રેટના વોરંટ બાદ ભાવનગર જેલ હવાલે

    10 hours ago

    મોરબી તાલુકા પંથકમાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા એક બુટલેગર સામે મોરબી ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઇશ્યુ કરાયા બાદ આરોપીને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા વાલજી ઉર્ફે વાલો શામજીભાઈ જંજવાડીયા (ઉં.વ. 36), રહે. ત્રાજપર, એસ્સાર પેટ્રોલ પંપ પાછળ, મોરબી-2 સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્ત મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી, જેના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટે વાલજી ઉર્ફે વાલો શામજીભાઈ જંજવાડીયા વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ કર્યું હતું. આરોપીની તાત્કાલિક અટકાયત કરવા માટે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કવોડની ટીમે કાર્યવાહી કરી હતી. ટીમે આરોપીને ઝડપી પાડી પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી ભાવનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે. પોલીસ દ્વારા પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. બુટલેગર સામેની આ પાસાની કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ, ટીએમસી-સપાએ સ્પીકરની ચા પાર્ટી છોડી:ખડગે-સોનિયા રાજ્યસભાના અધ્યક્ષની ચા પાર્ટીમાં હાજર રહ્યા
    Next Article
    ખેડબ્રહ્મામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું રિહર્સલ યોજાયું:કલેક્ટર, SPની હાજરીમાં પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમોનું નિદર્શન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment