Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના શિવાલયોમાં 'જય ભોલે'નો નાદ ગુંજ્યો:પૌરાણિક ધોળેશ્વર મહાદેવ સહિતના મંદિરોમાં વિશેષ આયોજનો, વાસણિયા મહાદેવ અને પંચદેવ મંદિરે ભક્તોની ભીડ

    15 hours ago

    ભગવાન શિવની આરાધનાના પર્વ ગણાતા પવિત્ર શ્રાવણ માસનો આજ ગુરુવારથી પ્રારંભ થયો છે. ગાંધીનગર શહેર સહિત જિલ્લાના શિવાલયો 'જય ભોલે'ના નાદ સાથે ગૂંજી ઉઠ્યા છે. શિવભક્તો દ્વારા જળ, દૂધ અને બિલીપત્રના અભિષેક સાથે શિવજીની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં પાંડવો કાળના પૌરાણિક ધોળેશ્વર મહાદેવ તેમજ વાસણિયા મહાદેવ, પંચદેવ મંદિર, ઊંટડિયા મહાદેવ સહિતના મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના ભક્તોની ભીડને ધ્યાનમાં રાખી મંદિરો દ્વારા પણ શ્રાવણ માસને લઈ વિશેષ પૂજા-અર્ચના અને શણગાર સહિતના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ મહિનામાં ભગવાન શિવની ભક્તિભાવપૂર્વક પૂજા કરવાથી ભક્તોને મનોવાંછિત અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. 11 સપ્ટેમ્બર સુધી શ્રાવણ માસમાં ચાર સોમવાર ભક્તો દ્વારા શિવજીની આરાધના માટે આખા શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ-વ્રત કરવામાં આવે છે, જ્યારે ઘણા શ્રદ્ધાળુઓ માત્ર સોમવારના દિવસે ઉપવાસ રાખતા હોય છે. આ વર્ષે આજે 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી શ્રાવણ માસ રહેશે. જેમાં 17, 24, 31 ઓગસ્ટ અને 7 સપ્ટેમ્બરે સોમવાર આવશે. શ્રાવણ મહિનામાં અનેક તહેવારો ઉજવાશે શિવપૂજા ઉપરાંત અનેક ધાર્મિક વ્રત અને તહેવારો પણ ધામધૂમથી ઉજવાશે. જેમાં જીવંતિકા વ્રત, પુત્રદા અગિયારસ, બોળ ચોથ, નાગપંચમ, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી, રક્ષાબંધન અને અજા એકાદશીનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે, શ્રાવણ મહિનામાં ભગવાન શિવ પૃથ્વી પર અવતરણ કરી ભક્તોને સાક્ષાત આશીર્વાદ આપે છે. જેના પગલે શ્રાવણ માસમાં શિવ આરાધનાનું વિશેષ મહિમા છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં 'હર ઘર તિરંગા' યાત્રા યોજાઈ:મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ જોડાયા
    Next Article
    US Man Kills Wife, Daughter At Family Daycare In Triple Murder-Suicide

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment