Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણઃ આતંકી ષડયંત્રમાં ઈરફાન પઠાણની જામીન નાંજૂર:વિસ્ફોટકો અને રાસાયણિક હથિયારો બનાવવાનું મોટું કાવતરું; દેશ સામે સશસ્ત્ર બળવો કરવાનો ગંભીર આરોપ

    17 hours ago

    પાટણની સેસન્સ કોર્ટે દેશ સામે સશસ્ત્ર બળવો કરવા અને વિસ્ફોટકો બનાવવાનો આરોપ ધરાવતા સિદ્ધપુરના ઉચ્ચ શિક્ષિત યુવક ઈરફાનખાન પઠાણની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. સેસન્સ જજ પ્રશાંત એચ. શેઠે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ આરોપીના જેલવાસને લંબાવતો આ હુકમ કર્યો હતો. ગુજરાત ATS દ્વારા ધરપકડ અને BNS હેઠળ ગુનો અમદાવાદ ATS દ્વારા 18 April 2026ના રોજ પકડાયેલો 22 વર્ષીય ઈરફાનખાન કાલેખાન પઠાણ 30 April 2026થી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેની સામે ATS પોલીસ સ્ટેશનમાં BNS ની કલમ-61 અને 148 મુજબ ગુનો નોંધાયેલો છે. સિદ્ધપુરની અમૃતપાર્ક સોસાયટીમાં રહેતા ઈરફાને પાટણની સાયન્સ કોલેજમાંથી BSc અને મહેસાણાની સાયન્સ કોલેજમાંથી MSc નો અભ્યાસ કરેલો છે. સશસ્ત્ર બળવો અને વિસ્ફોટકો તૈયાર કરવાનું ષડયંત્ર આરોપી અને તેના સહ-આરોપીઓએ June-July 2025થી સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં રહીને દેશ સામે સશસ્ત્ર બળવો કરવાનું અને ધાક બેસાડવાનું કાવતરું રચ્યું હતું. તેઓ હથિયારો એકઠા કરવા ઉપરાંત RDX, ટ્રાયનાઈટ્રોટોલ્યુઈન અને પિકરિક એસિડ જેવા વિસ્ફોટકો તેમજ રાસાયણિક હથિયારો બનાવવાની પ્રવૃત્તિમાં સામેલ હતા. આ ઉપરાંત, તેઓ ભારત અને વિદેશના મુસ્લિમોને પ્રોત્સાહિત કરીને ખાસ ટીમ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. સરકારી વકીલ દ્વારા જામીનનો સખત વિરોધ સરકાર તરફે સરકારી વકીલ શૈલેષભાઈ એચ. ઠક્કરે રજૂઆત કરી હતી કે આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર 'હિદાયત ઓલ મુસ્લિમ' નામનું ગ્રુપ બનાવી લોકોને ઉશ્કેરતા વીડિયો અને મેસેજ મોકલ્યા હતા. આ ગુનાની મુખ્ય શરૂઆત આ જ આરોપીથી થઈ છે. જો તેને જામીન મળે તો તે નાસી જાય, ટ્રાયલ સમયે ગેરહાજર રહે અને ફરી દેશવિરોધી પ્રવૃત્તિઓ શરૂ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. ચાર્જશીટથી ગુનાની ગંભીરતા ઓછી થતી નથી અદાલતે અવલોકન કર્યું હતું કે ચાર્જશીટ રજૂ થઈ જવાથી ગુનાની ગંભીરતા ઘટી જતી નથી, પરંતુ તપાસ અધિકારીને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા હોવાનું સ્પષ્ટ થાય છે. બીજી તરફ, બચાવ પક્ષના વકીલે આરોપી ઉચ્ચ શિક્ષિત હોવાની, તપાસ પૂર્ણ થઈ હોવાની અને કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરૂર ન હોવાની દલીલ કરી કારકિર્દીના હિતમાં જામીન આપવા વિનંતી કરી હતી, જે અદાલતે ફગાવી દીધી હતી.
    Click here to Read More
    Previous Article
    ધરમપુરના યુવકે તાન નદીમાં કૂદી આપઘાત કર્યો:મોટી કાંગવી ગામના 22 વર્ષીય યુવકનો મૃતદેહ નદીમાંથી મળ્યો
    Next Article
    લાલપુરમાં 'હર ઘર તિરંગા' યાત્રા યોજાઈ:મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment