Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટા વરાછામાં દારૂના નશામાં ધૂત કારચાલકે વાહનને અડફેટે લીધું:અકસ્માત બાદ ભાગવા જતા લોકોએ મેથીપાક ચખાડ્યો, કારમાંથી દારૂની બોટલો મળી

    3 days ago

    સુરતમાં નશાખોર વાહનચાલકોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના મોટા વરાછામાં આઈટી પાર્ક સામેના મુખ્ય માર્ગ પર એક બેફામ કારચાલકે દારૂના નશામાં ધૂત થઈને અકસ્માત સર્જ્યો હતો. દારૂના નિશામાં ભાન ભૂલેલા કારચાલકે માર્ગ પરથી પસાર થઈ રહેલા વાહનને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ ચાલકે ઘટનાસ્થળેથી કાર ભગાવીને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આસપાસના લોકોએ સમયસૂચકતા વાપરી તેને રસ્તા વચ્ચે જ ઝડપી લીધો હતો. જે બાદ 'મેથીપાક' ચખાડ્યો હતો. સ્થાનિકોએ નશામાં ધૂત ચાલકને લાતો મારી કારચાલક અતિશય દારૂના નશામાં હોવાનું જણાતા જ સ્થળ પર એકઠા થયેલા લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોએ નશાખોર ચાલકને કારમાંથી બહાર ઢસડી કાઢીને જાહેરમાં બરાબરનો 'મેથીપાક' ચખાડ્યો હતો. આ દરમિયાન કારમાં તપાસ કરવામાં આવતા દારૂની નાની બોટલો પણ મળી આવી હતી, જેને પગલે લોકોમાં વધુ આક્રોશ જોવા મળ્યો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને કૌતુક સર્જાયું હતું. આરોપી કિશન ચુડાસમાને હોસ્પિટલ ખસેડાયા બાદ અટકાયત ઘટનાની જાણ થતા જ ઉત્રાણ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. લોકોના મારના કારણે ઈજાગ્રસ્ત કારચાલકને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માત સર્જનાર કારચાલક કિશન ચુડાસમા નામનો યુવક હોવાનું સામે આવ્યું હતું. હાલમાં ઉત્રાણ પોલીસે આરોપી કિશન ચુડાસમાની અટકાયત કરી તેની સામે દારૂના નશામાં વાહન ચલાવવા અને અકસ્માત બદલ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર:સોમનાથમાં શિવ મહોત્સવનો પ્રારંભ, ‘હર હર ભોલે’ના નાદથી ગુંજ્યું રાજકોટ, વડનગરમાં હર્ષ સંઘવીએ ડમરું વગાડ્યું
    Next Article
    Rs 70 Lakh, Fixed Interviews: Arrested Official Spills Beans On Jharkhand Jobs 'Scam'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment