Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેજલપુરમાં દુબઈથી વ્યાજખોરનો ધમકીભર્યો કોલ:વાડજમાં સરકારી મકાન અપાવવાની લાલચે છેતરપિંડી

    2 days ago

    અમદાવાદ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓની બે જુદી જુદી ઘટનાઓ સામે આવી છે. વાડજ વિસ્તારમાં રહેતી મહિલા પાસેથી સરકારી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે રૂ. 2.05 લાખની છેતરપિંડી આચરાઈ છે. જ્યારે બીજી ઘટનામાં વેજલપુરના કાપડના વેપારીને તેમના જમાઈની વ્યાજ-મુદ્દલની લેતીદેતી મામલે દુબઈથી જાનથી મારી નાખવાની ધમકી મળતાં બંને મામલે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાઈ છે. મહિલાને આવાસમાં મકાન આપવા કહ્યું વાડજ વિસ્તારમાં શાકભાજીનો વેપાર કરતી ધનીબેન સોલંકી નામની મહિલાનો સંપર્ક છગનભાઈ ચૌહાણ અને મહેબૂબ ઉર્ફે બાબુભાઈ હુસેન સાથે થયો હતો. થોડા મહિના અગાઉ તેઓ વાસણામાં એક પ્રસંગમાં ગયા હતા, જ્યાં ચંડોળા તળાવ પાસે રહેતા છગન ચૌહાણ સાથે મુલાકાત થઈ હતી. તેમણે વાસણા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સરકારી આવાસ યોજનામાં મકાન અપાવવાની વાત કરી હતી, જેના માટે મહેબૂબ ઉર્ફે બાબુભાઈ નામના વ્યક્તિને મળ્યા હતા. મકાન અપાવવાની વાત કરવા માટે ઘરે આવ્યા હતા. પૈસા લઈ જવાબ ન આપ્યો, તપાસમાં ભાંડો ફૂટ્યો વાસણા વિસ્તારમાં મકાન બતાવ્યું હતું અને બાદમાં ઇન્કમટેક્સ બ્રિજના છેડે ઔડાની ઓફિસ જે ફરિયાદ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસનો ઉલ્લેખ કરવામાં આવ્યો, ત્યાં લઈ ગયા હતા. બાદમાં થોડીવાર બેસાડીને તેમની બેન પાસેથી 1.90 લાખ રૂપિયા લઈ લીધા હતા. બાદમાં પાંચ લાખ રૂપિયાની લોન કરાવવાની વાત કરી હતી. પૈસા લીધા બાદ તેમને દસ્તાવેજના બીજા 15,000 ભર્યા હતા અને બીજા પૈસા લઈને તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. જે ફાઇલમાં મકાન નંબર લખ્યા હતા, ત્યાં જઈને તપાસ કરતા બીજા લોકો રહેતા હોવાનું સામે આવ્યું હતું, જેથી મકાન અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરનાર મહેબૂબ અને અગાઉ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં સરકારી આવાસ યોજનાના નામે પૈસાની છેતરપિંડીના ભોગ બનેલા છગન ચૌહાણ વિરુદ્ધ પણ તેમણે ફરિયાદ નોંધાવી છે. જમાઈના પૈસાની ઉઘરાણી માટે બે લોકો ઘરે આવ્યાં બીજા બનાવમાં જુહાપુરામાં કોહેતુર રેસીડેન્સીમાં રહેતા અને બહેરામપુરામાં નંદા ડાઈથી કાપડનું કારખાનું ધરાવતા ઇરફાન હવેલીવાલા નામના વ્યક્તિએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં મુસા, શાનુ અને અતિક મંડલી સામે ફરિયાદ નોંધાવી છે કે 10 દિવસ પહેલા બે અજાણ્યા વ્યક્તિ તેમના ઘરે મળવા માટે આવ્યા હતા. તમારા જમાઈ આરીફ રંગરેજ પાસેથી વ્યાજ અને મુદ્દલના પૈસાની લેવાના નીકળે છે, જેથી તેમણે કહ્યું હતું કે તેનો વ્યવહાર તમે અંદરો અંદર સમજી લો, હું આરીફ વતી પૈસા નહીં આપું. જેથી તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલ્યા હતા. બાદમાં નંબર લઈને મિસ કોલ કરી તમારા જમાઈ પૈસા નહીં આપે તો જોઈ લઈશ, તેવી ધમકી આપી હતી. દુબઈથી ફોન કરી સસરાને ધમકી આપી રાત્રે અજાણ્યા નંબરો ઉપરથી વોટ્સએપ કોલ આવ્યો હતો અને સામેવાળી વ્યક્તિએ કહ્યું કે, હું દુબઈથી અતિક મંડલી વાત કરું છું. તમને મળવા આવેલા માણસોએ તમારા જમાઈ પાસે પૈસા માંગ્યા હતા, જે પૈસા કેમ આપતા નથી? જો પૈસા નહીં આપો તો આખા પરિવારને જાનથી મારી નાખીશું. તમે અમારું કશું નહીં બગાડી શકો કહી ધમકી આપી હતી. જમાઈના પૈસાની લેતી દેતીમાં ધમકીઓ મળતા તેમણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આજથી શ્રાવણ માસનો પ્રારંભ:જીવને શિવમા એકાકાર કરતાં પવિત્ર શ્રાવણમાસ નો પ્રારંભ, શહેર-જિલ્લા ના શિવાલયોમાં હરહર મહાદેવ નો નાદથી ગુંજી ઉઠ્યું
    Next Article
    ખેલ શક્તિ:મોરબી-હળવદમાં રૂ.31.7 કરોડના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કાર્યરત, રમતવીરોને ઘરઆંગણે મળશે અત્ય આધુનિક સુવિધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment