Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેલ શક્તિ:મોરબી-હળવદમાં રૂ.31.7 કરોડના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કાર્યરત, રમતવીરોને ઘરઆંગણે મળશે અત્ય આધુનિક સુવિધા

    2 days ago

    મોરબી જિલ્લાના રમતવીરોને હવે રમતગમતની તાલીમ અને સ્પર્ધાઓ માટે જિલ્લા બહાર જવાની જરૂરિયાત ઘટશે. મોરબીમાં રૂ.22.1 કરોડના ખર્ચે તથા હળવદમાં રૂ.9.6 કરોડના ખર્ચે નવનિર્મિત રમતગમત સંકુલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોરબીના ન્યૂ એરા સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વર્ચ્યુઅલ અધ્યક્ષસ્થાને તથા શ્રમ અને રોજગાર મંત્રી કાંતિ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં બંને સંકુલનું લોકાર્પણ કરાયું હતું. નવનિર્મિત આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 10થી વધુ ઇન્ડોર અને 12થી વધુ આઉટડોર રમતો માટેની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ સુવિધાઓના કારણે જિલ્લાના રમતવીરોને તાલીમ, પ્રેક્ટિસ અને વિવિધ સ્પર્ધાઓ માટે ઘરઆંગણે જ યોગ્ય માળખું ઉપલબ્ધ થશે. મોરબી જિલ્લાના અનેક વિદ્યાર્થીઓ અગાઉ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યા છે ત્યારે નવી સુવિધાઓથી વધુ રમતવીરોને આગળ વધવાની તક મળશે. કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, અગ્રણી જયંતિભાઈ રાજકોટિયા, ટ્રસ્ટી અતુલભાઈ પાડલિયા, કલેક્ટર સ્વપ્નિલ ખરે, મ્યુનિસિપલ કમિશનર સંગીતાબેન રૈયાણી, પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, રમતગમત અધિકારી રવિકુમાર ચૌહાણ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રમશે ગુજરાત, જીતશે ગુજરાત ‎અભિયાનને વેગ મળશે‎ મોરબીના મેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ અને ‘ખેલ મહાકુંભ’ સહિતના વિવિધ આયોજન થકી રમતવીરોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વધુમાં વધુ ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળે તે માટે આધુનિક રમતગમત સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. ધારાસભ્ય દેથરીયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા જિલ્લા અને તાલુકા મથકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવવા પ્રયાસો થઈ રહ્યા છે, જેથી રમતવીરોને તાલીમ અને સ્પર્ધા માટે જિલ્લા બહાર ન જવું પડે. રમત સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પર ભાર‎ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે રમતગમત ક્ષેત્રે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતા મેળવવી જોઈએ. આ માટે તેમને યોગ્ય માર્ગદર્શન આપવાની જરૂર છે. જિલ્લા કક્ષાના અધિકારીઓ અને પદાધિકારીઓ વિદ્યાર્થીઓ સાથે સમયાંતરે સંવાદ કરી તેમને આગળ વધવા માટે માર્ગદર્શન આપે તેવી સૂચના તેમણે આપી હતી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તથા રમતગમતની પ્રવૃત્તિઓના વિકાસ માટે જમીન ફાળવવા બદલ કલેક્ટર સ્વપ્નિલ ખરેની પણ પ્રશંસા કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યકક્ષાના ‘શક્તિદૂત-2.0’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વેજલપુરમાં દુબઈથી વ્યાજખોરનો ધમકીભર્યો કોલ:વાડજમાં સરકારી મકાન અપાવવાની લાલચે છેતરપિંડી
    Next Article
    Harbhajan Singh Picks S Sreesanth As His Choice For Roommate, Gives Stunning Reason

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment