Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડો. ડિમ્પલ તન્નાએ ઇમર્જન્સી મેડિસિનમાં પ્રથમ સ્થાન મેળવ્યું:ગાઝિયાબાદમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી વેરાવળનું ગૌરવ વધાર્યું

    12 hours ago

    વેરાવળના ડો. ડિમ્પલ તન્નાએ ગાઝિયાબાદ (ઉત્તર પ્રદેશ) ખાતે ઇમર્જન્સી મેડિસિનના પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રથમ સ્થાન મેળવીને સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે ત્રણ વર્ષની પ્રેક્ટિસ દરમિયાન આ ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ડો. ડિમ્પલ તન્નાએ વેરાવળની દર્શન સ્કૂલમાંથી ધોરણ 12 પાસ કર્યા બાદ ભુજની અદાણી કોલેજમાંથી MBBSની ડિગ્રી મેળવી હતી. તેમની પ્રથમ ફરજ વેરાવળ સિવિલ હોસ્પિટલમાં હતી. વર્ષ 2021માં કોવિડ-19 મહામારી દરમિયાન, ડો. ડિમ્પલ તન્નાએ વેરાવળ સિવિલ હોસ્પિટલમાં અવિરત સેવા આપી હતી. તેમણે અનેક દર્દીઓના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વધુ સેવા આપવાના ઉદ્દેશ્યથી તેમણે ગાઝિયાબાદ ખાતે ઇમર્જન્સી મેડિસિનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન શરૂ કર્યું. આ ત્રણ વર્ષના અભ્યાસ દરમિયાન, તેમણે ક્રિટિકલ કેરની જવાબદારી નિષ્ઠાપૂર્વક સંભાળી અને ક્રિટિકલ કેર યુનિટમાં પ્રથમ સ્થાન મેળવ્યું. ડો. ડિમ્પલની આ સિદ્ધિથી પ્રેરિત થઈને, તેમના પિતા અજયભાઈ તન્ના અને માતા રીટાબેન તન્નાએ વીરપુરના માવતર વૃદ્ધાશ્રમ ખાતે ઉજવણી કરવાનું નક્કી કર્યું. તેમણે વૃદ્ધાશ્રમના વડીલોને ફળો અર્પણ કરીને આશીર્વાદ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, ડો. ડિમ્પલના પિતા અજયભાઈ તન્ના છેલ્લા 20 વર્ષથી સમાજ સેવામાં સક્રિય છે. તેઓ હરસ અને પથરીના દર્દીઓને નિઃશુલ્ક આયુર્વેદિક ફાકીનું વિતરણ કરે છે. આ ફાકી તેમની હોટેલ વેલકમ સોમનાથ, વેરાવળ ચાંદની પાન (રેલવે સ્ટેશન સામે) અને તેમના ઘરેથી નિઃશુલ્ક મેળવી શકાય છે. અજયભાઈ તન્ના બહારગામના દર્દીઓને પણ આ ફાકી આંગડિયા મારફતે વિનામૂલ્યે મોકલી આપે છે. આ સેવા માટે તેમનો મો. નંબર 8735996444 પર સંપર્ક કરી શકાય છે. લોહાણા સમાજના અગ્રણીઓએ ડો. ડિમ્પલ તન્નાને તેમની સિદ્ધિ બદલ શુભકામનાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણ માસ પહેલા જામનગરમાં મનપાની ફૂડ શાખાની સઘન તપાસ:62 પેઢીઓમાં ચેકિંગ, 16 સેમ્પલ લેવાયા, 12 કિલો પનીરનો સ્થળ પર જ નાશ કરાયો
    Next Article
    યુટ્યુબરે ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો:પૂર્વ પત્ની સાથે પારિવારિક ઝઘડા કારણે ગેરકાયદે રિવોલ્વર રાખી ફરતા શખ્સની SOGએ કરી ધરપકડ, અગાઉ DCBએ ઝડપી પાડ્યો'તો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment