Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણ માસ પહેલા જામનગરમાં મનપાની ફૂડ શાખાની સઘન તપાસ:62 પેઢીઓમાં ચેકિંગ, 16 સેમ્પલ લેવાયા, 12 કિલો પનીરનો સ્થળ પર જ નાશ કરાયો

    11 hours ago

    પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ખાદ્ય શાખા દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. 9 થી 12 ઓગસ્ટ દરમિયાન હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાની ટીમે શહેરની કુલ 62 પેઢીઓમાં તપાસ કરી હતી. શ્રાવણ માસ દરમિયાન ઉપવાસમાં ઉપયોગમાં લેવાતી ફરાળી વસ્તુઓ, ફરસાણ, ચીઝ, બટર, પનીર અને કોલ્ડ ડ્રિંક્સ સહિતની વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તાની ખાસ ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, અયોગ્ય જણાયેલ અંદાજે 12 કિલો પનીરનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ખાદ્ય ચીજવસ્તુઓના પેકિંગમાં ઉપયોગમાં લેવાતી 25 કિલો પ્રિન્ટેડ છાપાવાળી પસ્તીનો પણ સ્થળ પર નાશ કરાયો હતો. ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા ચકાસણી માટે કુલ 16 સર્વેલન્સ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલોમાં ફરાળી તથા ફરસાણની વસ્તુઓ ઉપરાંત ચીઝ, બટર, પનીર અને કોલ્ડ ડ્રિંક્સના સેમ્પલોનો સમાવેશ થાય છે. તમામ સેમ્પલોને પૃથક્કરણ અને ગુણવત્તા ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીના પૃથક્કરણ રિપોર્ટના આધારે, જો કોઈ ખાદ્ય ચીજવસ્તુઓ હલકી ગુણવત્તાની અથવા નિયમવિરુદ્ધ હોવાનું જણાશે, તો સંબંધિત ધંધાર્થીઓ સામે નિયમોનુસાર કાર્યવાહી કરાશે. જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિપેશ કેડિયાની રાહબરી હેઠળ, ફૂડ શાખાના મુખ્ય અધિકારી નીલેશ પી. જાસોલીયા અને તેમની ટીમ દ્વારા શ્રાવણ માસ દરમિયાન શહેરની જનતાને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આવી તપાસ અને કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રખાશે.
    Click here to Read More
    Previous Article
    ટ્રાફિક અને અકસ્માતો રોકવા ભારે વાહનો માટે પ્રતિબંધ:ગાંધીનગરના ‘ગ’ અને ‘ખ’ રોડ પર આગામી 6 મહિના સુધી સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી નો એન્ટ્રી, વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર
    Next Article
    ડો. ડિમ્પલ તન્નાએ ઇમર્જન્સી મેડિસિનમાં પ્રથમ સ્થાન મેળવ્યું:ગાઝિયાબાદમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી વેરાવળનું ગૌરવ વધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment