Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગમાં ચોમાસું ખીલ્યું, સાપુતારામાં વરસાદી માહોલ:ધુમ્મસ અને લીલીછમ પ્રકૃતિથી પ્રવાસીઓ આકર્ષાયા

    16 hours ago

    ડાંગ જિલ્લામાં ચોમાસાનો માહોલ ફરી જામ્યો છે. સાપુતારા સહિત જિલ્લાના ત્રણેય તાલુકામાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખાસ કરીને ગિરિમથક સાપુતારામાં વરસાદ અને ધુમ્મસને કારણે કુદરતી સૌંદર્ય આકર્ષક બન્યું છે. વરસાદી વાતાવરણનો અનુભવ કરવા આવેલા પ્રવાસીઓ કુદરતી દૃશ્યોનો આનંદ માણી રહ્યા છે. તાજેતરના વરસાદ બાદ સાપુતારામાં ધુમ્મસભર્યું અને આહલાદક વાતાવરણ સર્જાયું છે. પ્રવાસીઓની હાજરીથી પર્યટન સ્થળોમાં ફરી ચહલપહલ જોવા મળી રહી છે. સાપુતારા ઉપરાંત આહવા અને વઘઈ સહિત ડાંગના અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડ્યા છે. આના કારણે ચોમાસાની ઋતુ વધુ સક્રિય બની છે. પહાડી વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તાઓ, વૃક્ષો અને ડુંગરાળ વિસ્તારો લીલીછમ ચાદર ઓઢેલા જોવા મળે છે. ઠેરઠેર વહેતા ઝરણાં અને ધોધ તેમજ ધુમ્મસથી ઢંકાયેલા ડુંગરો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સાપુતારામાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક અને રમણીયતા વધી છે. કાળા વાદળો વચ્ચે વરસતો વરસાદ અને ડુંગરો પર છવાતું ધુમ્મસ સાપુતારાને એક અનોખું રૂપ આપી રહ્યું છે. આ દૃશ્યોને કેમેરામાં કેદ કરવા પ્રવાસીઓ મોબાઇલ અને કેમેરા સાથે ફોટોગ્રાફી કરતા પણ નજરે પડ્યા હતા. હાલ સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ-2026 પણ ચાલી રહ્યો છે, જે 8થી 29 ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહ્યો છે. વરસાદી માહોલ પ્રવાસીઓના આકર્ષણમાં વધુ વધારો કરી રહ્યો છે. આ ફેસ્ટિવલને કારણે સાપુતારામાં પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ ઊભું થયું છે. વરસાદી માહોલ વચ્ચે સાપુતારાની હરિયાળી, ઠંડક અને ધુમ્મસથી ભરાયેલા નજારાઓ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. વરસાદની રિઝિમ વચ્ચે પ્રવાસીઓ કુદરત સાથે એકરૂપ બનીને આ વાતાવરણનો આનંદ માણી રહ્યા છે. ડાંગમાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિનું સૌંદર્ય પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં સરદાર પટેલ જયંતીએ રક્તદાન કેમ્પ યોજાયો:પોલીસ અને સબિહા હોસ્પિટલ દ્વારા 80 યુનિટ રક્ત એકત્ર
    Next Article
    26 ડેમ 100% ભરાયા, 31 ડેમમાં 70% થી વધુ પાણી:CM 17 ઓગસ્ટથી અમેરિકા-કેનેડા જશે, ચાર્જ કોને મળશે? GAD નિર્ણય કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment