Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આર્યાવ્રત ટ્રસ્ટ દ્વારા પાટણમાં ગૌશાળા, બોરનું લોકાર્પણ:સહસ્ત્ર તરૂવન ખાતે ગૌસેવા, જળસંચય અને જીવદયાના પ્રકલ્પો ખુલ્લા મુકાયા

    2 days ago

    પાટણના સહસ્ત્ર તરૂવન ખાતે 11 ઓગસ્ટે આર્યાવ્રત નિર્માણ ટ્રસ્ટ દ્વારા સરસ્વતી ગૌશાળા, પાણીના બોર અને અબોલ જીવો માટે પાણીના અવાડાનું લોકાર્પણ કરાયું. સરસ્વતી નદીના કિનારે યોજાયેલા આ સમારોહમાં ગૌપૂજન, વૃક્ષારોપણ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રકલ્પો ખુલ્લા મુકાયા હતા. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને દાનવીરો ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાકીય પ્રકલ્પો પાટણની સરસ્વતી નદીના તટે આવેલા સહસ્ત્ર તરૂવનના પ્રાકૃતિક પરિસરમાં તૈયાર કરાયા છે. આ સ્થળે 45,000થી વધુ વૃક્ષો આવેલા છે. ગૌવંશના રક્ષણ માટે ગૌશાળા, જળસંચય માટે પાણીનો બોર અને પશુ-પક્ષીઓની તરસ છિપાવવા માટે પાણીના અવાડાનું નિર્માણ કરી તેને જીવદયા માટે સમર્પિત કરાયા છે. આ પ્રકલ્પોના નિર્માણમાં દેશ-વિદેશના દાતાઓનો આર્થિક સહયોગ મળ્યો છે. પાલનપુરના ભણશાળી પરિવારે ગૌશાળા માટે ₹5,51,000નું દાન આપ્યું છે. એન્ટવર્પ, બેલ્જિયમના સ્થાનકવાસી જૈન સંઘે પાણીના બોર માટે ₹2,00,000 આપ્યા છે. જ્યારે કિશોરભાઈ શાહ અને શાંતિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (સુરત) દ્વારા પાણીના અવાડા માટે દાન અપાયું છે. કાર્યક્રમમાં પાટણ APMCના ચેરમેન સ્નેહલ પટેલ અધ્યક્ષ સ્થાને રહ્યા હતા. આ ઉપરાંત કિશોરભાઈ જીવદયા, જગન્નાથ મંદિરના ટ્રસ્ટી પિયુષ આચાર્ય, સમસ્ત પાંચ પરગણા બ્રહ્મસમાજના પ્રમુખ વિનોદ જોશી, પ્રવિણ ઠક્કર, પાટણ જિલ્લા કાયદા અધિકારી દિલીપસિંહ રાજપૂત, શંખેશ્વરના સામાજિક કાર્યકર જિગ્ના શેઠ, ધાનેરાથી પારસ સોની, કાર્બન ક્રેડિટના ચેરમેન બાબુભાઈ પ્રજાપતિ, રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ શૈલેષ સોની, નગરપાલિકાના ચેરમેન માનસી ત્રિવેદી અને પદ્મનાભ મંદિરના ટ્રસ્ટી યશપાલ સ્વામી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન સ્નેહલ પટેલ અને પિયુષ આચાર્યએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ આર્યાવ્રત નિર્માણ ટ્રસ્ટના પ્રમુખ નિલેશ રાજગોરની કામગીરી અને દાતાઓના સહયોગની સરાહના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    NEET PG 2026 Admit Card Release Date: Check Exam Day Rules Here
    Next Article
    નવસારીમાં 121 વર્ષથી ઢીંગલાબાપા પર આસ્થા અકબંધ:કોલેરાની મહામારીથી શરૂ થયેલી પરંપરા આજે પણ જીવંત, સિગારેટ અને ઢીંગલા ચડાવવાની પરંપરા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment