Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડુંગરપુર નજીક સિંહણ અને બે સિંહબાળની લટાર:ગિરનાર જંગલ નજીક વનરાજોનો મૂવમેન્ટ,ડુંગરપુરમાં સિંહણ અને બે નાના સિંહબાળની લટારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ

    7 hours ago

    ​ગિરનારના સમૃદ્ધ અને વિશાળ જંગલ વિસ્તારમાં હાલ 54 કરતાં પણ વધુ વનરાજોનો સ્થાયી વસવાટ નોંધાયેલો છે. આ જંગલ વિસ્તાર નજીક આવેલા માનવ વસાહત વાળા વિસ્તારોમાં અવારનવાર વન્યજીવોની અવરજવર જોવા મળતી હોય છે, ત્યારે તાજેતરમાં ગિરનારના સરહદી વિસ્તાર ડુંગરપુર ગામ નજીકથી એક આહલાદક અને સાથે જ સાવચેત કરતી ઘટના સામે આવી છે. રાત્રિના ઘનઘોર અંધકાર વચ્ચે એક સિંહણ પોતાના બે નાના સિંહબાળ સાથે નિશ્ચિંત બનીને રસ્તા પર લટાર મારતી નજરે પડી હતી. ​આ સિંહ પરિવાર ડુંગરપુર ગામ નજીક આવેલી જાણીતી સુભાષ હાઇસ્કૂલના આસપાસના વિસ્તારમાં મુક્તપણે વિહરતો જોવા મળ્યો હતો. મુખ્ય રસ્તા પરથી પસાર થઈ રહેલા વહનચાલકો અને સ્થાનિક રાહદારીઓએ આ અદ્ભુત દ્રશ્ય પોતાની નજરે જોયું હતું. સિંહણ પોતાની સાથે નાના બાળસિંહને લઈને રસ્તા પરથી પસાર થઈ રહી હોવાથી તે માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો શિસ્તબદ્ધ રીતે પોતાના વાહનો થોભાવી દીધા હતા અને વનરાજોને સુરક્ષિત રીતે માર્ગ પસાર કરવા દીધો હતો. ​રાત્રિના સમયે માર્ગ પર વનરાજોની આ પ્રકારની ઉપસ્થિતિને કારણે તે માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ તેમજ સ્થાનિક વાહનચાલકોને અત્યંત સાવધાની રાખવા માટે વિનંતી કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો ત્યાંથી પસાર થતાં કોઈ સ્થાનિક વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરામાં કંડારી લીધો હતો.હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સિંહણ અને તેના બંને બાળકોની આ નયનરમ્ય લટાર જોઈને લોકોમાં ભારે આશ્ચર્ય અને કૌતુક વ્યાપી ગયું છે. વનવિભાગ દ્વારા પણ આસપાસના વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારીને લોકોને રાત્રિના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આનંદ નિકેતન સ્કૂલના પ્રિન્સિપલને ફરજ પરથી દૂર કરવા આદેશ:DEOએ કહ્યું- બેદરકારી હોવાનું સામે આવ્યું, શિક્ષકો માનસિક આઘાતમાં હોવાથી રજા અપાઈ હોવાનો વાલીઓને મેસેજ
    Next Article
    अमित शाह ने लोकसभा स्पीकर Om Birla को लिखी चिट्ठी। Amit Shah Letter to OM Birla | Akhilesh-Rahul

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment