Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પગમાં સુસાઈડ નોટ લખી રિલાયન્સના એન્જિ.ની પત્નીનો આપઘાત:'મેં દુનિયા સે જા રહી હું, પીટાઈ સહન નહીં કર પાઈ', વડોદરામાં પ્લોટ ખરીદવા પૈસા માટે સાસરીયા ત્રાસ આપતા

    21 hours ago

    પગમાં સુસાઈડ નોટ લખીને વડોદરામાં રિલાયન્સ એન્જિયરની પત્નીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. લગ્નના ત્રણ વર્ષમાં જ પ્લોટ ખરીદવા માટે પિયરમાંથી ₹ 2 લાખ લાવવાનું કહી પતિ સહિત સાસરીયા ત્રાસ ગુજારતા હતા. આ ત્રાસથી કંટાળીને ઉંડેરાની રિલાયન્સ ટાઉનશિપમાં સીમાબેને પોતાની 8 મહિનાની બાળકીને પડોશીને સોંપી ગળેફાંસો ખાઈ જીવન ટૂકાવ્યું હતું. મહિલાએ પગમાં પેનથી સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, ‘મેં જા રહી હું દુનિયા સે, પતિ અપને ઘરવાલો કો ખૂશ રખે મેં સહન નહીં કર પાઈ પિટાઈ'. ત્યારે પતિ, સાસુ અને સસરા સામે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. સીમાનો પતિ રિલાયન્સમાં એન્જિનિયર ઉત્તરપ્રદેશના કાસકંજમાં રહેતા અનિલકુમાર ધનપાલસિંહ જાટવ એનટીપીસી લી.માં નોકરી કરે છે. તેમની નાની બહેન સીમાના લગ્ન 22, જૂન 2023માં હાથરસ જિલ્લાના સુધીરકુમાર અનેકસિંહ (રહે, રીલાયન્સ ટાઉનશીપ,ઉંડેરા) સાથે થયા હતા. જે સુધીર રીલાયન્સમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે, જેના કારણે તેઓ વડોદરામાં રહેવા આવ્યા હતા. તેમને એક 8 મહિનાની દીકરી પણ છે. પતિએ પિયરમાંથી 2 લાખ લાવવા દબાણ કર્યું મે-2026માં સુધીરકુમારે ફોન કરીને પ્લોટ ખરીદવા સીમાના ભાઈ પાસે બે લાખ રુપિયાની માંગણી કરી હતી. જો કે તેમણે જુલાઈ સુધી રાહ જોવા કહ્યું હતું, પરંતુ સુધીરે સીમા સાથે વાત કરવા દીધી નહોતી. આ દરમિયાન સીમાએ અનિલને જણાવ્યું હતું કે, સસરા અનેકસિંહ અને સાસુ શીલાદેવી પતિને પિયરમાંથી રૂપિયા મગાવવા ઉશ્કેરે છે. પતિ પિયરમાંથી રુપિયા લાવવા માનસિક ત્રાસ આપતો હતો. આ અંગેની જાણ સીમાએ પોતાની માતા અને ભાભીને પણ કરી હતી. 'ફોન રિપેર કરાવી આપે, નહીં તો જાનથી મારી નાખીશ' એટલું જ નહીં 8 ઓગસ્ટે સુધીરે અનિલકુમારના મોટા ભાઈ સુનીલને મેસેજ કર્યાં હતા કે, તમારી બહેન સીમાને કહો કે, મારો ફોન રિપેર કરાવી આપે. નહીં તો હું તેને જાનથી મારી નાખીશ. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, સીમા અને સુધીર વચ્ચે ઝઘડામાં સુધીરનો ફોન તુટી ગયો હતો. દીકરી પાડોશીને આપી ઓઢણીથી ગળેફાંસો ખાધો ઝઘડા બાદ સુધીર 9 ઑગસ્ટે સવારે ફોન રિપેર કરાવવા ગયો હતો. આ સમયે સીમાબેને 8 મહિનાની પુત્રીને ઉપરના માળે રહેતા પડોશીને આપીને તેમને કહ્યું હતું કે, હું રસોઈ બનાવું છું, તમે પુત્રીને સાચવજો. જો કે અડધો કલાક બાદ પુત્રી રડતા પડોશી સીમાબેનના ઘરે જતાં ગળે ઓઢણીથી ફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવ્યું હતું. આપઘાત પહેલા પેનથી પગમાં સુસાઈડ નોટ લખી સુધીરે અનિલકુમારની(મૃતકના ભાઈ) પત્નીને ફોન કરીને સીમાએ આપઘાત કર્યાંની જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ સીમાનો પરિવાર વડોદરા દોડી આવ્યો હતો. આપઘાત બાદ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમમાં સીમાના પગ પર પેનથી સુસાઈડ નોટ લખેલી મળી હતી. જે સુસાઈડ નોટ માત્ર ચાર લાઈનની જ લખી હતી. 'સીમાના પતિએ અગાઉ પણ પૈસા માગ્યા હતા' સીમાની માતાએ પોલીસ પૂછપરછમાં કહ્યું હતું કે, સુધીર થોડા સમય પહેલા ઉત્તરપ્રદેશ આવ્યો હતો. તે 50 હજારની માગણી કરતો હતો. જો કે તે સમયે રૂપિયા ન હતા એટલે તેને આપ્યા ન હતા. એટલું જ નહીં પિયરપક્ષ સીમા સાથે વાત ન કરી શકે તે માટે સુધીરે સીમાના ફોનમાં તમામના નંબરને બ્લોક કરી દીધા હતા. સુધીર પોતાના ફોનથી પણ સીમાને પિયરપક્ષ સાથે વાત કરવા દેતો ન હતો. સીમા તેના ત્રાસથી લાંબા સમયથી કંટાળી ગઈ હતી. આખરે આ ત્રાસથી કંટાળીને સીમાએ જીવન ટૂંકાવ્યુ હતું. જવાહરનગર પોલીસે પતિ સુધીરકુમાર, સસરા અનેકસિંહ અને સાસુ શીલાદેવી સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શામળાજીમાં હરિયાળી અમાસની ઉજવણી:ભગવાન શામળિયાને લીલા વસ્ત્રો, સિંહાસન આંબાના પાનથી શણગારાયું
    Next Article
    How Vietnam Defeated 4 Superpowers and Became an Economic Powerhouse

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment