Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાનથી ડરીને જ મારે પ્લેન બદલવું પડ્યું હતું:ટ્રમ્પે જ સ્વીકાર્યું, કહ્યું- એ પ્લેનને જ ટાર્ગેટ કરીને જ મારી ઉપર હુમલો કરાયો હોત, મને સતત ધમકીઓ મળતી રહે છે

    2 days ago

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું છે કે તેમણે ગયા મહિને તુર્કીમાં ઈરાનના ડરથી પ્લેન બદલ્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે તેઓ જે પ્લેનથી NATO સમિટમાં ભાગ લેવા ગયા હતા તેના પર હુમલાનું જોખમ સૌથી વધારે હતું. ટ્રમ્પે એ પણ જણાવ્યું કે તેમને સુરક્ષા કારણોસર એરપોર્ટના કેટરિંગ ટ્રકમાં બેસાડીને બીજા વિમાન સુધી લઈ જવામાં આવ્યા હતા. ટ્રમ્પે કહ્યું- જો કોઈ હુમલો થાત તો તે જ પ્લેનને ટાર્ગેટ કરવામાં આવ્યું હોત. હું તે જ કરું છું જે સુરક્ષા એજન્સીઓ કહે છે. મને સતત ધમકીઓ મળતી રહે છે. કતરે ભેટ આપેલા પ્લેનમાં બેસીને ગયા, મિલિટરી પ્લેનથી પાછા ફર્યા આ પહેલા વોશિંગ્ટન પોસ્ટે દાવો કર્યો હતો કે 8 જુલાઈએ અંકારાથી રવાના થતી વખતે ટ્રમ્પ કેમેરા સામે બોઇંગ 747-8 એર ફોર્સ વનમાં સવાર થયા હતા. આ વિમાન તેમને કતરે ભેટ આપ્યું હતું. ત્યારબાદ, એરપોર્ટ પર સામાન અને ફુડ કેટરિંગ ગાડીની મદદથી તેમને ચૂપચાપ અમેરિકી વાયુસેનાના VIP સૈન્ય વિમાન C-32A સુધી લઈ જવામાં આવ્યા. મીડિયાને પણ ખબર નહોતી કે ટ્રમ્પ વિમાનમાં નથી જૂના એરફોર્સ વનમાં મુસાફરી કરી રહેલા પત્રકારોને લાગ્યું કે રાષ્ટ્રપતિ તેમની સાથે જ વિમાનમાં છે. રિપોર્ટ અનુસાર, વ્હાઇટ હાઉસના કેટલાક કર્મચારીઓને પણ આની જાણકારી નહોતી. આ વિમાનમાં હાજર પત્રકારોને ઉડાન દરમિયાન પ્રેસ કેબિનની બારીઓના શેડ બંધ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. આવી સાવચેતી સામાન્ય રીતે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ઉડાન દરમિયાન રાખવામાં આવે છે. બાદમાં પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું કે બારીઓના શેડ બંધ રાખવા માટે શા માટે કહેવામાં આવ્યું હતું. ટ્રમ્પે જવાબ આપ્યો, "કદાચ અમે એક ખતરનાક ફ્લાઇટ પર હતા." ટ્રમ્પનું વિમાન પહેલા બ્રિટન પહોંચ્યું ટ્રમ્પને લઈને C-32A રાત્રે લગભગ 10:20 વાગ્યે બ્રિટનના RAF મિલ્ડેનહોલ પહોંચ્યું. તેના થોડા મિનિટો પછી જૂનું એરફોર્સ વન પણ ત્યાં પહોંચી ગયું, જેમાં પત્રકારો સવાર હતા. તે સ્પષ્ટ નથી કે ટ્રમ્પ C-32A માંથી ઉતર્યા પછી જૂના એરફોર્સ વન સુધી કેવી રીતે પહોંચ્યા. જોકે, ટ્રમ્પ સાથે મુસાફરી કરી રહેલા પ્રેસ પૂલ મુજબ, તેઓ રાત્રે 10:56 વાગ્યે જૂના એરફોર્સ વનની સીડીઓ પરથી નીચે ઉતરતા દેખાયા. તેમણે પત્રકારો તરફ હાથ કર્યો, પરંતુ તેમની સાથે વાત કરી નહીં. આ પછી અમેરિકી સૈનિકો સાથે મુલાકાત કરી અને કતારથી મળેલા નવા વિમાન તરફ ચાલ્યા ગયા. આવી પદ્ધતિ પહેલા પણ વાપરવામાં આવી છે રાષ્ટ્રપતિને જોખમથી બચાવવા માટે બીજા વિમાનનો ઉપયોગ કરવાની આવી પદ્ધતિ પહેલા પણ અપનાવવામાં આવી છે. વર્ષ 2000માં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન પાકિસ્તાન ગયા હતા. ત્યારે ક્લિન્ટન એક ઓળખ વગરના સરકારી વિમાનથી પાકિસ્તાન પહોંચ્યા હતા, જ્યારે તેમનું સત્તાવાર એરફોર્સ વન ડિકોય તરીકે મોકલવામાં આવ્યું હતું. કતારનું નવું વિમાન પણ સવાલોમાં રહ્યું ટ્રમ્પ જે નવા એરફોર્સ વન (બોઇંગ 747-8) વિમાનથી તુર્કી પહોંચ્યા હતા, તે કતારના શાહી પરિવારે ગયા વર્ષે અમેરિકાને આપ્યું હતું. અમેરિકન ડિફેન્સ કંપની L3 હેરિસ ટેક્નોલોજીસે તેને રાષ્ટ્રપતિના ઉપયોગ માટે તૈયાર કર્યું છે. ટ્રમ્પે પહેલીવાર આ વિમાનનો ઉપયોગ 1 જુલાઈએ નોર્થ ડાકોટા જવા માટે કર્યો હતો. તેના થોડા દિવસો પછી તે તેમને લઈને પહેલી વિદેશ યાત્રા પર તુર્કી પહોંચ્યું. નવા વિમાનની સુરક્ષાને લઈને પહેલાથી જ સવાલો ઉઠતા રહ્યા છે. અમેરિકન મીડિયાના રિપોર્ટ મુજબ, જૂના એરફોર્સ વનમાં હાજર કેટલીક સુરક્ષા સુવિધાઓ નવા વિમાનમાં નથી અથવા અલગ રીતે કામ કરે છે. તેમાં મિસાઈલ હુમલાથી બચાવતી સુરક્ષા પણ શામેલ છે. વ્હાઇટ હાઉસે કહ્યું- નવા વિમાનની સુરક્ષામાં કોઈ કમી નથી કતારથી મળનારા વિમાનની સુરક્ષા પરના સવાલોના જવાબમાં વ્હાઇટ હાઉસના કોમ્યુનિકેશન ડાયરેક્ટર સ્ટીવ ચેઉંગે કહ્યું કે આ વિમાનમાં ટ્રમ્પ અને તેમની સાથે હાજર લોકોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું, અમેરિકાના ઘણા દુશ્મનો ટ્રમ્પને નિશાન બનાવવા માગે છે. તેથી તેમની સુરક્ષા માટે અમે દરેક જરૂરી રીત અપનાવીએ છીએ. એટલે કે વ્હાઇટ હાઉસે એવું ન માન્યું કે નવા વિમાનમાં સુરક્ષાની કોઈ કમી હતી. તેનું કહેવું છે કે ટ્રમ્પની સુરક્ષા માટે જરૂર પડ્યે અલગ-અલગ રીતો અપનાવી શકાય છે. પેન્ટાગોન એટલે કે અમેરિકી સંરક્ષણ વિભાગે આ મામલે તરત કોઈ જવાબ આપ્યો ન હતો.
    Click here to Read More
    Previous Article
    ફૂટબોલર રોનાલ્ડોએ ગર્લફ્રેન્ડ જ્યોર્જિના સાથે લગ્ન કર્યા:10 વર્ષથી ડેટ કરી રહ્યા હતા; બંનેને સાથે 4 બાળકો છે
    Next Article
    ધડાધડ 19ને ગોળી ધરબી દીધી:ભાગ્યો એ મર્યો, ગુજરાતમાં નવું કલ્ચર, શું લોકોને ખુશ કરવા પોલીસ એન્કાઉન્ટર કરવા લાગી; યોગી જેવાં મોડલથી ફફડાટ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment