Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાસીરનગર ડિમોલિશન વિવાદ બાદ સુરત મ્યુ. કમિશનરની બદલી:એમ.નાગરાજનને ગાંધીનગર 'સમગ્ર શિક્ષા અભિયાન'ના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર બનાવ્યા, કલેક્ટર તેજસ પરમારને વધારાનો ચાર્જ

    2 days ago

    સુરતના ચર્ચિત અને વિવાદાસ્પદ નાસીરનગર ડિમોલિશન વિવાદમાં ગુજરાત હાઈકોર્ટની આકરી ટકોર અને ફટકાર બાદ રાજ્ય સરકારે કડક પગલાં લીધા છે. સામાન્ય વહીવટ વિભાગે તા. 11 ઓગસ્ટ 2026ના રોજ તાત્કાલિક અસરથી સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન (IAS:2009)ની બદલી કરવામાં આવી છે. નાસીરનગરમાં કોઈપણ પૂર્વ નોટિસ આપ્યા વિના ડિમોલિશન કાર્યવાહી સામે હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવા કડક વલણ અપનાવ્યું હતું, જેના પરિણામે રાજ્ય સરકારે આ મોટી કાર્યવાહી કરી છે. 'સમગ્ર શિક્ષા અભિયાન'ના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર બનાવ્યા રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ એમ. નાગરાજનની ગાંધીનગર ખાતે 'સમગ્ર શિક્ષા અભિયાન'ના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની જગ્યાએ સુરતના વર્તમાન જિલ્લા કલેક્ટર તેજસ દિલીપભાઈ પરમાર (IAS:2016) ને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (GPMC) એક્ટ, 1949 ની કલમ 39 હેઠળ સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત, સમગ્ર શિક્ષા અભિયાનના પૂર્વ સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર રંજીથ કુમાર જે. (IAS:2005) ની ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC), ગાંધીનગરના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. SOG DCP સામે સરકારનું આગામી વલણ શું રહેશે? ગુજરાત હાઈકોર્ટે નાસીરનગર ગેરકાયદે ડિમોલિશન પ્રકરણમાં માત્ર સુરત મ્યુનિસિપલ કમિશનરની કામગીરી સામે જ લાલ આંખ નહોતી કરી, પરંતુ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના DCP રાજદીપસિંહ નકુમની ભૂમિકા અને કામગીરી સામે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે જ્યારે હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારે મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી દીધી છે. ત્યારે તમામની નજર એ વાત પર ટકેલી છે કે SOG DCP સામે સરકારનું આગામી વલણ શું રહેશે. જેથી આ સુનાવણી દરમિયાન પોલીસ વહીવટ અને સરકાર દ્વારા કોર્ટ સમક્ષ શું રજૂઆત કરવામાં આવે છે તેના પર સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત થયેલું છે. ખાસ કરીને 14 ઓગસ્ટના રોજ નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટમાં ફરી મહત્વની સુનાવણી હાથ ધરાનાર છે, ત્રણ દિવસ પહેલા સરકાર દ્વારા મ્યુનિસપલ કમિશનરની બદલી કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    એક્સ્પ્લોઝીવનો જથ્થો મંગાવનાર થાનગઢનો યુવાન ઝડપાયો:રૂ.20માં મળતી જીલેટીન સ્ટિક રૂ.35માં ખરીદ કરતો હોવાની આરોપીની કબૂલાત, અગાઉ 5 વખત જથ્થો ખરીદ કર્યો હોવાનું ખુલ્યું
    Next Article
    Death Count In 7.4-Magnitude Earthquake In Colombia Rises To 240

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment