Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક્સ્પ્લોઝીવનો જથ્થો મંગાવનાર થાનગઢનો યુવાન ઝડપાયો:રૂ.20માં મળતી જીલેટીન સ્ટિક રૂ.35માં ખરીદ કરતો હોવાની આરોપીની કબૂલાત, અગાઉ 5 વખત જથ્થો ખરીદ કર્યો હોવાનું ખુલ્યું

    2 days ago

    રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે એક્સ્પ્લોઝીવના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કર્યા બાદ આજ રોજ આ જથ્થો મંગાવનાર આરોપી હીરા ઉર્ફે હિરેન વિઠ્ઠલભાઈ અલગોતરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપી હિરેન સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદે કોલસાના કુવા ચલાવતો હોવાનું સામે આવ્યું છે જયારે આરોપી હીરાના ભાઈ તેમજ પિતા વિઠ્ઠલ જાગાભાઈની સંડોવણી હોવાની શંકા આધારે પોલીસે પરિવારના સભ્યોની સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી હીરા ઉર્ફે હિરેનએ અગાઉ આ જ પ્રકારે 5 વખત એક્સ્પ્લોઝીવ જથ્થો મેંદરડાના મિતુલ પટેલ પાસેથી મંગાવ્યો હોવાની કબૂલાત આપી છે જેમાં 4000માં મળતી જીલેટીન સ્ટિકની 200 નંગની એક થેલી 7000માં ખરીદ કરતો હોવાની કબૂલાત આપી છે. એટલે કે આરોપી મિતુલ પટેલ એક નંગ જીલેટીન સ્ટિક રૂ.20ના બદલે રૂ.35માં વેચતો હોવાનું સામે આવ્યું છે અને હાલ આ કેસમાં તે ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ સ્વતંત્રતા પર્વ પૂર્વે આટલો મોટો જથ્થો ઝડપાતા સ્ટેટ અને સેન્ટ્રલની અલગ અલગ એજન્સી દ્વારા પણ આરોપીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. દારૂ સપ્લાય કરનાર કુખ્યાત બુટલેગર બેલડી પાસામાં ધકેલાઈ રાજકોટમાં મોટા પાયે દારૂ સપ્લાય કરનાર અને દારૂના એકથી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા વાંકાનેરના ભલગામ અને થાનગઢના બુટલેગર વિરુદ્ધ પોલીસ કમિશનરે પાસાનું વોરંટ ઇસ્યુ કરતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોરંટની બજવણી કરી આરોપી ભરત પીઠુભાઈ ધાધલ અમદાવાદની સાબરમતી જેલમાં અને આરોપી વિજય જેઠુભાઈ ખાચર વડોદરા જેલ હવાલે કર્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપી ભરત ધાધલ સામે અગાઉ રાજકોટના ડીસીબી પોલીસ સ્ટેશનમાં દારૂના બે, થાનગઢમાં સ્ત્રી અત્યાચાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં દારૂના બે સહિત ત્રણ ગુના મળી કુલ છ ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે વિજય ખાચર સામે રાજકોટના ડીસીબી પોલીસ સ્ટેશનમાં દારૂના બે ગુના, ઉપરાંત થાનગઢમાં મારામારી આર્મ્સ એકટ અને દારૂ સહિત ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા છે. ચાલીને જતા યુવાનના હાથમાંથી મોબાઇલની ચીલઝડપ કરનાર ઝડપાયો ગોંડલ રોડ પર માલધારી ફાટક પાસે પગપાળા જઈ રહેલા યુવાનના હાથમાંથી મોબાઇલ ફોન આંચકી લેનાર બેલડી પૈકી એક આરોપીને આજીડેમ પોલીસે ઝડપી પાડી તેની પાસેથી મોબાઇલ ફોન કબજે કરી ફરાર આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે. ગત 5 ઓગસ્ટના રોજ થયેલ ચીલઝડપના ગુનામાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે કોઠારીયા ગામ પાણીના ટાંકા પાસેથી આરોપી ભરત પોપટ પરમાર (ઉ.વ.21)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    VVS Laxman's Bombshell BCCI Revelation Leaves Mohammad Kaif Dumbstruck
    Next Article
    નાસીરનગર ડિમોલિશન વિવાદ બાદ સુરત મ્યુ. કમિશનરની બદલી:એમ.નાગરાજનને ગાંધીનગર 'સમગ્ર શિક્ષા અભિયાન'ના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર બનાવ્યા, કલેક્ટર તેજસ પરમારને વધારાનો ચાર્જ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment