Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં જર્જરિત મકાનની દીવાલમાંથી પથ્થરો પડ્યા:અફરાતફરી મચતાં મનપાની એસ્ટેટ અને ફાયર ટીમ સ્થળ પર

    1 day ago

    જામનગર શહેરના રૂગનાથ શેરી લુહાર સાર વિસ્તારમાં સેન્ટ્રલ બેન્ક સામે આવેલા એક જર્જરિત મકાનની દીવાલમાંથી અચાનક પથ્થરો પડ્યા હતા. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોમાં દોડધામ જોવા મળી હતી. પથ્થરો પડવાના અવાજથી સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક કોર્પોરેટરો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટીમો દ્વારા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. તંત્ર દ્વારા જર્જરિત મકાનના કારણે ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ કે અકસ્માત ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મકાનના જોખમી ભાગને દૂર કરવા સહિતની કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નાનાપોંઢામાં તમાકુ વેચાણ સામે ટાસ્ક ફોર્સનું ચેકિંગ:31 દુકાનદારો પાસેથી રૂ.6,200નો દંડ વસૂલાયો
    Next Article
    No Sensitive Data Sent To China: UK Defence Ministry On Navy Drone Scare

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment