Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાનાપોંઢામાં તમાકુ વેચાણ સામે ટાસ્ક ફોર્સનું ચેકિંગ:31 દુકાનદારો પાસેથી રૂ.6,200નો દંડ વસૂલાયો

    1 day ago

    વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ, પોલીસ અને ડ્રગ વિભાગની સંયુક્ત ટીમે નાનાપોંઢા તાલુકામાં તમાકુ અને તેની બનાવટોના ગેરકાયદે વેચાણ સામે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. મોટાપોંઢા, નાનાપોંઢા અને બાલચોંડી વિસ્તારોમાં પાનના ગલ્લા અને પાર્લરોની તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા કુલ 31 દુકાનદારો પાસેથી રૂ. 6,200નો દંડ વસૂલવામાં આવ્યો હતો. સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તમાકુ કે તમાકુની બનાવટોના બિનઅધિકૃત વેચાણ તેમજ સંબંધિત નિયમોના અમલ માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ અને ડ્રગ વિભાગની સ્ટીયરિંગ કમિટીએ નાનાપોંઢા વિસ્તારમાં આ કાર્યવાહી કરી હતી. ચેકિંગ દરમિયાન દુકાનદારોને COTPA કાયદાની કલમ-4 હેઠળ જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવા પર પ્રતિબંધ હોવાની જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત, કલમ-6(અ) મુજબ 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને તમાકુ વેચવા પર પ્રતિબંધ અને કલમ-6(બ) મુજબ શૈક્ષણિક સંસ્થાની 100 યાર્ડની ત્રિજ્યામાં તમાકુનું વેચાણ પ્રતિબંધિત હોવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. ટીમે પાનના ગલ્લા અને પાર્લર સંચાલકોને તમાકુના સેવનથી કેન્સર સહિત ગંભીર આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે તેવી સમજ આપી હતી. ખાસ કરીને 18 વર્ષથી નાની વયના બાળકો અને યુવાનોને તમાકુથી દૂર રાખવા માટે દુકાનદારોને નિયમોનું કડક પાલન કરવા સૂચના અપાઈ હતી. આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે. સિંહ અને એપિડેમિક મેડિકલ ઓફિસર ડો. મનોજ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ, પોલીસ વિભાગ અને ડ્રગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે સમગ્ર ચેકિંગ કામગીરી સફળતાપૂર્વક હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    પાદરા-જંબુસર રોડ અકસ્માત ઝોન બન્યો:વડોદરા નજીક કુરાલ ગામ પાસે કન્ટેનર પાછળ કાર ઘૂસી જતા કારચાલકનું મોત, રોડ પર ટ્રાફિકજામ સર્જાયો
    Next Article
    જામનગરમાં જર્જરિત મકાનની દીવાલમાંથી પથ્થરો પડ્યા:અફરાતફરી મચતાં મનપાની એસ્ટેટ અને ફાયર ટીમ સ્થળ પર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment