Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડભોઇમાં દશામા વ્રતને મૂર્તિ ખરીદવા મહિલાઓની ભારે ભીડ:દશામાના દસ દિવસીય વ્રતનો આવતીકાલથી પ્રારંભ, ડભોઇમાં મૂર્તિ બજારમાં ભક્તોની ભીડ

    14 hours ago

    ડભોઇમાં દશામાના દસ દિવસીય વ્રતનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આજે મૂર્તિ ખરીદવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. નગરપાલિકા દ્વારા આ વર્ષે રાધે કોમ્પ્લેક્સ પાછળના નવા માર્ગ પર દશામાની મૂર્તિની હાટડીઓ ફાળવવામાં આવી હતી.આ ફાળવણી ગત વર્ષની સરખામણીમાં વિનામૂલ્યે કરવામાં આવી હતી. આ નવા માર્ગ પર મૂર્તિ વેચનારાઓ ઉપરાંત શૃંગાર, પૂજાપાઠની સામગ્રી અને ફૂલો વેચનારા 50થી વધુ વેપારીઓએ પોતાની હાટડીઓ લગાવી હતી. ડભોઇ નગર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં ભક્તજનો મૂર્તિઓ અને પૂજા સામગ્રી ખરીદવા ઉમટી પડ્યા હતા. સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો. ભક્તોમાં વ્રતને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.આ વખતે મૂર્તિના ભાવમાં 50 ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો, જેમાં રૂપિયા 100 થી લઈને રૂપિયા 4000 સુધીની મૂર્તિઓ ઉપલબ્ધ હતી. નવા માર્ગ પર મૂર્તિ વેચનારાઓને જગ્યા ફાળવવાથી ડભોઇ નગરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા હલ થઈ હતી.આ વ્યવસ્થાથી નગર અને તાલુકામાંથી આવેલા ભાવીભક્તોને પણ માતાજીની મૂર્તિ લઈને જવામાં સુગમતા રહી હતી. આજે મૂર્તિ ખરીદવાનો છેલ્લો દિવસ હોવાથી ભક્તોની ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    ₹3850 કરોડની ગ્રાન્ટ, CMની મનપા-નગરપાલિકાને ટકોર:‘ભુવા-ખાડા નહીં ચાલે, નવા રોડ RCCના જ બનાવો; સફાઈ નહીં રાખો તો ગ્રાન્ટ પણ અટકશે’
    Next Article
    પ્રાંતિજમાં અવરઓન હાઇસ્કૂલ દ્વારા તિરંગા રેલી:વિદ્યાર્થીઓએ 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment