Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ-સાળંગપુર સિટી બસ સેવા આજથી ફરી શરૂ:વિવાદને કારણે અઢી મહિનાથી બંધ હતી, મુસાફરોને રાહત મળશે

    15 hours ago

    બોટાદ રેલવે સ્ટેશનથી સાળંગપુર સુધીની સિટી બસ સેવા આજથી ફરી શરૂ થઈ છે. મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ છેલ્લા અઢી વર્ષથી કાર્યરત આ બસ સેવા કેટલાક વિવાદોને કારણે છેલ્લા દોઢ મહિનાથી બંધ હતી, જેના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડતી હતી. આ બસ સેવા ફરી શરૂ કરવા માટેની તમામ સમસ્યાઓનો અંત આવ્યો છે. એસટી વિભાગ તરફથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળ્યા બાદ ગાંધીનગરથી પણ સેવા પુનઃ શરૂ કરવાનો આદેશ પ્રાપ્ત થયો હતો. આ આદેશના પગલે આજથી રેલવે સ્ટેશનથી સાળંગપુર સુધી સિટી બસ સેવા ફરીથી કાર્યરત થઈ છે. સિટી બસના સંચાલક હરેશભાઈ ખાચરના જણાવ્યા અનુસાર, બસ સેવા બંધ હોવાને કારણે રેલવે સ્ટેશનથી સાળંગપુર જતા મુસાફરોને ભારે મુશ્કેલી પડતી હતી. હવે આજથી મુસાફરોને સમયસર અને નિયમિત બસ સેવા ઉપલબ્ધ થશે, જેનાથી રિક્ષા સહિતના અન્ય વાહનો પરની નિર્ભરતા ઘટશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી સમયમાં પાળિયાદ રોડ અને ગઢડા રોડ તરફ પણ સિટી બસ સેવા શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વિસ્તારોના મુસાફરોને પણ સસ્તા ભાડામાં આરામદાયક અને સુવિધાજનક બસ સેવાનો લાભ મળી શકશે. બસ સેવા સમયસર અને નિયમિત મળી રહે તે માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. સિટી બસ સેવા ફરી શરૂ થતાં સાળંગપુર રેલવે સ્ટેશનથી સાળંગપુર જતા સ્થાનિકો તેમજ બહારગામથી આવતા યાત્રિકોને મોટી રાહત મળશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    કેન્સલ થયેલા પાર્સલ બારોબાર સગેવગે, CCTV:ફ્લીપકાર્ટના રદ થતા ઓર્ડર ડિલીવરી બોય ટેકસટાઇલ માર્કેટમાં ચોરી કરતો હોવાનો ઘટસ્ફોટ, દુકાન બહાર મૂકેલુ પાર્સલ લેવા આવતો યુવક ભેરવાયો
    Next Article
    Major news regarding the cooperative sector | રાજકોટમાં સહકારી ક્ષેત્રને લઈને મોટા સમાચાર | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment