Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં દશામા વ્રત : મૂર્તિઓ ખરીદવા ભીડ:મહિલાઓ દ્વારા મૂર્તિ સ્થાપન, દસ દિવસ વ્રત અને જાગરણ

    16 hours ago

    પાટણ સહિત સમગ્ર જિલ્લામાં દશામાના દસ દિવસીય વ્રતનો આવતીકાલથી પ્રારંભ થશે. આ પવિત્ર અવસરે આજે મંગળવારે બજારોમાં દશામાની મૂર્તિઓ ખરીદવા માટે વ્રતધારી મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી. મહિલાઓએ ઉત્સાહભેર રંગબેરંગી મૂર્તિઓની ખરીદી કરી હતી. પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ અને સમી સહિત જિલ્લાભરના બજારોમાં લારીઓ અને દુકાનો પર વિવિધ પ્રકારની દશામાની મૂર્તિઓ વેચાઈ રહી છે. આ મૂર્તિઓની કિંમત ₹100 થી ₹7000 સુધીની હતી. આ વર્ષે મૂર્તિઓના ભાવમાં કોઈ વધારો જોવા મળ્યો નથી. આવતીકાલે સવારે વ્રતધારી મહિલાઓ દ્વારા પોતપોતાના ઘરે બાજોઠ પર લાલ કાપડ પાથરી તેના પર દશામાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે. બાજુમાં પાણી ભરેલો કળશ મૂકી તેના પર આસોપાલવના પાંચ પાન મુકાશે. સૂતરના દસ તાંતણા લઈ દસ ગાંઠ વાળી કળશ પર બાંધી અબીલ, ગુલાલ અને કંકુ-ચોખા વડે પૂજન કરાશે. હિન્દુ ધર્મમાં મન, તપ અને ઉપવાસનું વિશેષ મહત્વ છે. અષાઢ માસના અંતિમ દિવસે એટલે કે અમાવસ્યાના દિવસે દશામાનું વ્રત શરૂ થાય છે. ગુજરાતભરમાં મોટી સંખ્યામાં મહિલાઓ આ દસ દિવસીય વ્રત રાખી દશામાના ગુણગાન ગાય છે. વ્રત દરમિયાન દરરોજ સવાર-સાંજ આરતી સહિત ગરબા ગાઈ માતાજીના ગુણગાન ગાવામાં આવશે. દસમા દિવસે રાત્રે જાગરણ કરી વહેલી સવારે સૂર્યોદય પહેલાં માતાજીની મૂર્તિનું ઉત્થાપન કરી ભક્તિસભર વિદાય આપવામાં આવશે. દશામાનું આ વ્રત મહિલાઓ દ્વારા તેમના પરિવારની સમૃદ્ધિ અને સારા નસીબ માટે કરવામાં આવે છે. કેટલાક પુરુષો પણ આ વ્રત રાખતા જોવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    શીલજની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં આવી:વિદ્યાર્થીઓના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળ્યો, પ્રાર્થના બંધ કરી અન્ય ધર્મનું પુસ્તક વાંચવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ
    Next Article
    Bitcoin Falls Below $65,000 Ahead of US Inflation Data; Ethereum, Major Altcoins Trade Lower

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment