Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શીલજની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં આવી:વિદ્યાર્થીઓના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળ્યો, પ્રાર્થના બંધ કરી અન્ય ધર્મનું પુસ્તક વાંચવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ

    17 hours ago

    શીલજમાં આવેલી આનંદ નિકેતન શાળા વિવાદમાં આવી છે. વિદ્યાર્થીને આપેલા નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળ્યો હોવાના વાલીઓએ આક્ષેપ લગાવ્યો છે. VHP અને વાલીઓ દ્વારા સ્કૂલમાં ભારે હોબાળો કરી વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને પણ ફરિયાદ કરવામાં આવી છે. વાલીઓ અને VHPએ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને અન્ય ધર્મનું પુસ્તક વિદ્યાર્થીઓને વાંચવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ કરી હતી. તેમજ એક મહિનાથી પણ વધુ સમયથી સવારથી પ્રાર્થના પણ બંધ કરી દીધા હોવાની ફરિયાદ વાલીઓ અને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા કરવામાં આવી છે. જેથી ઘટનાની ગંભીરતાને લઈને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાને નોટિસ ફટકારી ખુલાસો રજૂ કરવા સૂચના આપી છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, આનંદ નિકેતન સ્કૂલમાં છેલ્લા એક મહિનાથી સ્કૂલમાં સવારની પ્રાર્થનાં કરવામાં આવતી નથી તેવી ફરિયાદ મળી હતી. સ્કૂલ દ્વારા અન્ય ધર્મનું પુસ્તક વાંચવા માટે શાળા દ્વારા વિદ્યાર્થીઓને કહેવામાં આવી તેવી પણ ફરિયાદ મળી હતી. જેથી ફરિયાદને લઈને શિક્ષણ નિરીક્ષકને તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે. જેથી તપાસ રિપોર્ટ આવ્યા બાદ હકીકત સામે આવશે. તેમજ શાળાઓને અગાઉથી જ કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓની ધાર્મિક લાગણી ક્યારેય દુભાય નહીં તે પ્રમાણે કાર્ય કરવાનું રહેશે. જો કોઈ એક ડાયરેક્શન આપવામાં આવતું હોય તો તે ગેરકાયદેસર છે. જેથી હવે તપાસ અહેવાલના આધારે સમગ્ર હકીકત સામે આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ડ્રગ્સ જપ્તીમાં ગઢ PI અને ટીમને પ્રશંસા પત્ર:SP પ્રશાંત સુમ્બે ₹5.30 લાખના મુદ્દામાલ સાથે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કર્યુ
    Next Article
    પાટણમાં દશામા વ્રત : મૂર્તિઓ ખરીદવા ભીડ:મહિલાઓ દ્વારા મૂર્તિ સ્થાપન, દસ દિવસ વ્રત અને જાગરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment