Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મહત્ત્વના નિર્ણયો:બિન-ખેતી ઉપકર વધારવા ઠરાવ, મહિલા સભ્યો માટે વિશેષ પરિપત્ર

    1 day ago

    જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આવક વૃદ્ધિ, વિકાસકામોને મંજૂરી અને મહિલા સભ્યોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાના મહત્વના નિર્ણયો લેવાયા હતા. આ સભામાં બિન-ખેતી ઉપકર પ્રતિ રૂપિયે 150પૈસા સુધી વધારવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરાયો હતો. ઉપરાંત, ₹5.70 કરોડના ખર્ચે 82વિકાસકામોને પણ મંજૂરી આપવામાં આવી હતી. પંચાયત ધારા અધિનિયમ મુજબ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પોતાની આવક વધારવા માટે પ્રતિ રૂપિયે 300પૈસા સુધીનો બિન-ખેતી ઉપકર લાગુ કરવાની જોગવાઈ છે. આ જોગવાઈ હેઠળ, સામાન્ય સભામાં આગામી પાંચ વર્ષ માટે પ્રતિ રૂપિયે ૧૫૦ પૈસા સુધીનો બિન-ખેતી ઉપકર ઉઘરાવવા માટેનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. આ દરખાસ્ત હવે આખરી બહાલી માટે રાજ્ય સરકારને મોકલવામાં આવશે. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પરેશભાઈ પીપળીયાએ આપેલી વિગતો અનુસાર, 16મા નાણાપંચના આયોજન હેઠળ કુલ 82 વિકાસકામો માટે ₹5કરોડ 70 લાખની રકમ ફાળવવામાં આવી છે. આ કામોમાં 34 ટાઇડ ગ્રાન્ટના અને 48અનટાઇડ ગ્રાન્ટના કામોનો સમાવેશ થાય છે. આ તમામ કામોને સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂરી મળી છે. વહીવટમાં મહિલા સશક્તિકરણના અભિગમને વધુ મજબૂત બનાવવા માટે એક વિશેષ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર સ્પષ્ટ કરે છે કે ચૂંટાયેલા મહિલા સભ્યોના સ્થાને તેમના પતિ કે અન્ય પરિવારજનો સભામાં રજૂઆતો કરી શકશે નહીં. પંચાયતના તમામ સ્તરે મહિલા સભ્યોએ પોતે જ સક્રિય થઈને પ્રજાજનોના પ્રશ્નો અને વહીવટી રજૂઆતો જાતે કરવાની રહેશે. જોકે, સભા દરમિયાન પૂર્વ વિરોધ પક્ષના નેતા અને એક સભ્યના પતિ જે.પી. મારવિયા દ્વારા રજૂઆતો કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. આ મુદ્દે ઉપપ્રમુખે સ્પષ્ટતા કરી હતી કે, "બિન-સભ્યો કે સભ્યોના પતિ સભામાં પ્રશ્નો લઈ શકે નહીં." આ ઘટનાને પગલે સભામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, બે કલાકમાં 1 ઈંચ:નીચાણવાળા વિસ્તોરામાં પાણી ભરાયા, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
    Next Article
    પોલીસ સ્ટેશનની સામે 2 શખ્સે રિક્ષામાં બેસીને દારૂ પીધો, VIDEO:એક બાળકને સિગારેટ પીવડાવી, વડોદરામાં પકડાયા પછી કાન પકડીને કહ્યું: 'હવે પછી ક્યારેય નહીં પીએ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment