Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાનથી મારી નાખવાની ધમકી:બંદૂક બતાવી ભાઇએ બહેનને કહ્યું ‘તને જમીનમાં ભાગ મળશે તો હું મૂછ મુંડાવીશ’

    1 day ago

    રાજકોટના રેલનગરમાં જમીનમાં ભાગ ન આપવો પડે તે માટે પરિણીતાને તેના પિતા અને ભાઈ સહિત 3 શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ બનાવમાં રેલનગરમાં અમૃત રેસિડેન્સીમાં રહેતી દેવલબા યજુવેન્દ્રસિંહ ઝાલા(ઉં.વ.41)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોટા બાપુના દીકરા પુષ્પરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, પિતા સુરેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા અને સગાં ભાઈ યુવરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજાના નામ આપ્યા છે. પરિણીતા પોતાની જમીનના મામલે માગણી કરતી હોય જેની અગાઉથી માથાકૂટ થતી હોય જે મામલે તેણી પોતાના ઘરે હાજર હતી ત્યારે પરિણીતાને જમીનમાં ભાગ દેવો ન પડે તે હેતુથી પિતા, ભાઈએ મારીનાખવાની ધમકી આપી હતી એટલું જ નહીં, આ માટે ફોન પર પણ ધમકીઓ અપાઇ હતી. પરિણીતાના પિતરાઈ ભાઈ પુષ્પરાજસિંહે કમરે બાંધેલી બંદૂક પર હાથ મૂકીને તેણીને જણાવ્યું કે, જો તને જમીન આપવી પડશે તો હું મારી મૂછ મુંડાવી દઈશ.આ મામલે પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જમીનના હક અને ભાગબટાવાને લઈને થયેલા વિવાદમાં ધમકી સુધી મામલો પહોંચતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ચિયાસરના તળાવમાં ડૂબી જતા આધેડનું મોત:કમળ વીણવા પાણીમાં ઉતર્યા બાદ બીજા દિવસે દેહ મળ્યો
    Next Article
    Narmada Sagbara Tribal Protest | સાગબારા જમીન વિવાદ મામલે મનસુખ વસાવાની CMને રજૂઆત | Land | CM Patel

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment