Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચિયાસરના તળાવમાં ડૂબી જતા આધેડનું મોત:કમળ વીણવા પાણીમાં ઉતર્યા બાદ બીજા દિવસે દેહ મળ્યો

    एक दिन पहले

    અબડાસા તાલુકાના ચિયાસર ગામની સીમમાં આવેલા તળાવમાં કમળના ફૂલ એકત્ર કરવા માટે ગયેલા માંડવી તાલુકાના ભોજાય ગામના આધેડનું ડૂબી જવાથી મોત થયું છે. તળાવના પાણીમાં ગરકાવ થયેલા આધેડની શોધખોળ બાદ બીજા દિવસે મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ માંડવી તાલુકાના ભોજાય ગામે રહેતા 50 વર્ષીય નથુભાઈ કોલીનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. બનાવ રવિવારે સવારે અગિયાર વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી આધેડ અને તેનો મિત્ર ચિયાસર ગામના તળાવમાં કમળના ફૂલ વીણવા માટે આવ્યા હતા. મિત્ર તળાવના કાંઠે બેઠો હતો અને આધેડ પાણીમાં ઉતર્યા હતા. કમળના ફૂલ એકત્ર કરતા સમયે અચાનક આધેડ તળાવમાં ગાયબ થઇ ગયા હતા. સાથે આવેલા મિત્રએ બનાવ અંગેની જાણ કરતા કોઠારા પોલીસ સહીત ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. રવિવારે લાપતા થયેલા આધેડની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને ભારે મહેનત બાદ સોમવારે સાંજ તળાવમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.હાલ સમગ્ર મામલે કોઠારા પોલીસે ઘટના સબંધિત ગુનો દાખલ કરવા સહિતની તજવીજ હાથ ધરી છે. તળાવમાં મગર હોવાથી પાંજરૂં મુકાયું હતું ! સમગ્ર મામલે કોઠારા પોલીસ મથકના પીઆઈ પી.કે.રાડા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, હતભાગી આધેડ તળાવના પાણીમાં ગરકાવ થયા હતા. તળાવમાં મગર હોવાથી તેનો શિકાર બન્યા હોવાની પણ આશંકા સેવાઈ રહી હતી. એ દરમિયાન વનવિભાગ દ્વારા મગરને પકડવા માટે પાંજરું પણ મુકાયું હતું. જોકે તળાવના પાણીમાં બોટથી શોધખોળ દરમિયાન આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો.હતભાગી આધેડ મગરનો શિકાર બનેલા ન હતા પરંતુ કોઈ કારણોસર પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત થયેલું હોવાનું સામે આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અમરેલીનો 12 વર્ષ જૂનો 14 વર્ષની સગીરાના અપહરણનો કેસ:પોલીસે 1800થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોળ્યા, વસ્તી ગણતરીના બહાને ભોગ બનેલી યુવતીને શોધી; આરોપીની ધરપકડ
    Next Article
    જાનથી મારી નાખવાની ધમકી:બંદૂક બતાવી ભાઇએ બહેનને કહ્યું ‘તને જમીનમાં ભાગ મળશે તો હું મૂછ મુંડાવીશ’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment