Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢ આંગણવાડીઓમાં રાષ્ટ્રધ્વજ રંગપૂરણી પ્રવૃત્તિ યોજાઈ:સ્વતંત્રતા પર્વ નિમિત્તે બાળકોમાં દેશભક્તિનો ઉમંગ

    1 day ago

    તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આગામી સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત, બેડવાણ પ્ર. ઉમરદા અને જુનવાણ આંગણવાડી કેન્દ્ર ખાતે ભૂલકાંઓ માટે રાષ્ટ્રધ્વજ રંગપૂરણીની પ્રવૃત્તિ યોજાઈ હતી. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય નાના બાળકોમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યે આદરભાવ જાગૃત કરવાનો હતો. આંગણવાડીના બાળકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે પોતાની ડ્રોઈંગ બુકમાં દોરેલા રાષ્ટ્રધ્વજમાં કેસરી, સફેદ અને લીલા રંગો પૂરીને ત્રિરંગાને સુંદર રીતે તૈયાર કર્યો હતો. આ પ્રકારની પ્રવૃત્તિઓ નાની વયથી જ બાળકોમાં દેશભક્તિની ભાવના રોપવા માટે ફળદાયી સાબિત થઈ રહી છે. રંગપૂરણી દ્વારા બાળકોમાં સર્જનાત્મકતાનો વિકાસ થયો હતો અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર તથા ગૌરવની ભાવના દ્રઢ બની હતી. પ્રવૃત્તિ દરમિયાન બાળકોના ચહેરા પર આનંદ અને દેશભક્તિનો ઉમંગ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. માહિતી બ્યુરો દ્વારા મળતી વિગતો મુજબ, સોનગઢ તાલુકા સહિત સમગ્ર તાપી જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે આવી અનેક પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. વાલીઓ અને ગ્રામજનો તરફથી પણ આ પ્રવૃત્તિઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જાહેરમાં મારામારી કરનાર 6 ઝડપાયા, માફી માગીને ઉઠક બેઠક કરી:રાવપુરાના રાજા ગણેશજીની આગમન યાત્રા દરમિયાન અરાજકતા ફેલાવી હતી
    Next Article
    અમરેલીનો 12 વર્ષ જૂનો 14 વર્ષની સગીરાના અપહરણનો કેસ:પોલીસે 1800થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોળ્યા, વસ્તી ગણતરીના બહાને ભોગ બનેલી યુવતીને શોધી; આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment