Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ કેસમાં નવો ખુલાસો:સિક્યુરિટી કંપનીનું લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું, રીન્યુ પ્રોસેસ પણ કરી નહોતી, માલિક સામે ગુનો નોંધાયો

    एक दिन पहले

    અમદાવાદના જોધપુર ગામના ફ્લેટમાં યુવતી સાથે દુષ્કર્મ કરનાર આરોપી સિક્યુરિટી ગાર્ડ જે કંપનીમાં કામ કરતો હતો તે કંપનીનું લાઇસન્સ 4 મહિના અગાઉ એક્સપાયર થઈ ગયું હતું. કંપની તરફથી લાઇસન્સ રીન્યુ કરવા કોઈ પ્રોસેસ કરવામાં આવી નહોતી, જેથી પોલીસ દ્વારા કંપનીના માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી 4 દિવસ પહેલાં જ નોકરી પર લાગ્યો હતો આરોપી ધર્મસિંહ ચાર દિવસ અગાઉ જ સિક્યુરિટી કંપનીમાં નોકરી લાગ્યો હતો અને તેને કોઈ ટ્રેનિંગ આપી નહોતી. પોલીસે આ અંગે એ વન સિક્યુરિટી કંપનીના માલિક રામપ્રકાશ તિવારીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. પોલીસે કંપનીનું લાઇસન્સ પણ તપાસ્યું હતું. કંપનીનું લાઇસન્સ એક્સપાયર થઈ ગયું હતું કંપનીના માલિક રામપ્રકાશ તિવારી વર્ષ 2015થી સિક્યુરિટી કંપની ચલાવે છે જેનું લાઇસન્સ 2021માં રીન્યુ કરાવ્યું હતું જેની મુદત 5 એપ્રિલ 2026 સુધીની હતી.5 એપ્રિલથી સિક્યુરિટી કંપનીનું લાઇસન્સ એક્સપાયર થઈ ગયું હતું જે રીન્યુ કરાવવાની પ્રક્રિયા પણ કરી નહોતી. જેથી કંપનીના માલિકની બેદરકારી બદલ આનંદનગર પોલીસે રામપ્રકાશ તિવારી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એજન્સીઓએ લાઇસન્સ સાથે ગાર્ડનું પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત ગુજરાતમાં 2,500 અને અમદાવાદમાં 600થી 800 ખાનગી સિક્યોરિટી એજન્સીઓ છે. રાજ્યમાં 5થી 6 લાખ, જ્યારે અમદાવાદમાં 1.50 લાખ ગાર્ડ ફરજ બજાવે છે. એજન્સીઓએ લાઇસન્સ સાથે ગાર્ડનું પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. બિનહથિયારધારી ગાર્ડને રૂ.13થી 18 હજાર અને હથિયારધારીને રૂ.22થી 28 હજાર પગાર મળે છે. બિનહથિયારધારી ગાર્ડ સોસાયટી, મોલ-ઓફિસમાં, જ્યારે હથિયારધારી બેંકની કેશ વાન, જ્વેલરી શોરૂમમાં તહેનાત હોય છે. છતાં ગાર્ડ પર દેખરેખનો અભાવ છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાનના ડરથી ટ્રમ્પે સિક્રેટ ફ્લાઇટ લીધી હતી:તુર્કીમાં એરફોર્સ વનમાં બેસવાનો ઢોંગ કર્યો, પછી સામાનવાળી ગાડી બીજા પ્લેનમાં પહોંચી
    Next Article
    જાહેરમાં મારામારી કરનાર 6 ઝડપાયા, માફી માગીને ઉઠક બેઠક કરી:રાવપુરાના રાજા ગણેશજીની આગમન યાત્રા દરમિયાન અરાજકતા ફેલાવી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment