Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અંતર બનાવવા માટે આરોપ લગાવવા જરૂરી છે?':પત્ની સુનીતાના અફેરના ગંભીર આરોપો પર ગોવિંદાએ કહ્યું- 'સફળતા માટે પોતાનાને બદનામ કરવા ખોટું છે'

    2 days ago

    ગોવિંદા હાલમાં ફરી તેના લગ્નસંબંધ અને લગ્નેત્તર સંબંધોને લઈને ચર્ચામાં છે. તેની પત્ની સુનીતા આહુજાએ તેના પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. તેવામાં 'હીરો નં.1'એ મૌન તોડ્યું છે. ગોવિંદાએ કહ્યું કે, સુનીતા સાર્વજનિક રીતે તેના વિશે નકારાત્મક વાતો કરીને સ્ટારડમ મેળવી રહી છે. સાથે જ એક્ટરે કહ્યું કે, 'શું તમને સફળતા માટે બીજાને બદનામ કરવા જરૂરી છે?' 'તે મને ખૂબ પ્રેમથી ગાળો આપે છે' ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં સુનીતાના ઘણી છોકરીઓ સાથે અફેરના દાવાઓ પર ગોવિંદાએ કહ્યું, 'તે મને ખૂબ પ્રેમથી ગાળો આપે છે અને હું તેમના હાથથી ખાઉં પણ છું. મને લાગે છે કે, જે લોકો જ્યાં છે અને ભગવાને તેમને જે પણ ભૂમિકા આપી છે, જો તેઓ ત્યાં ન હોત, તો આપણે સફળ થઈ શક્યા ન હોત.' 'અંતર બનાવવા માટે આરોપ લગાવવા જરૂરી નથી' ગોવિંદાએ ઇશારો કર્યો કે તેના વિશે ખૂલીને બોલ્યા પછી સુનીતાને સ્ટારડમ મળ્યું. તેણે કહ્યું, 'ઘણી વાતો એવી હોય છે, જે વ્યક્ત નથી થતી. શું અંતર બનાવવા માટે આરોપ લગાવવાની જરૂર છે? પણ લોકો માને છે કે, આ બહાર નીકળવાનો સરળ રસ્તો છે.' તેણે પ્રશ્ન કર્યો, 'સફળતા માટે પોતાના જ લોકોની બુરાઈ જરૂરી છે શું? આ થોડું સરળ છે. સુનીતા વખાણ કરે છે પછી એક બુરાઈ કરે છે. મને આમાં વધારે પ્રેમ દેખાય છે.' સુનીતાએ કહ્યું હતું- ગોવિંદાના ઘણા અફેર્સ રહ્યા સુનીતા આહુજા હાલમાં જ ‘લોક અપ 2’ની કન્ટેસ્ટન્ટ બની હતી. શો દરમિયાન તેણે ગોવિંદાના કથિત અફેર્સ પર વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'પ્રેમમાં તમારે દરેક વસ્તુ સહન કરવામાં સક્ષમ હોવું જોઈએ. ચીચી (ગોવિંદા)ના યુવાનીમાં ઘણા અફેર્સ રહ્યા છે. ત્યારે મેં નજરઅંદાજ કર્યું હતું, પણ હવે નહીં કરું.' એક્ટ્રેસ કોમલ સાથે સ્પોટ થયો ગોવિંદા, સુનીતાએ કહ્યું હતું- 'કોમલથી નફરત છે' સુનીતા આહુજાએ અનેક પ્રસંગોએ ગોવિંદા પર એક્સ્ટ્રા મેરિટલ અફેર અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. અફેરની અફવાઓ વચ્ચે, ગોવિંદા એક્ટ્રેસ કોમલ રાણી સ્વર્ણકાર સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો, જેનું નામ તેની પત્ની સુનીતાએ પણ લીધું છે. સુનીતાએ થોડા સમય પહેલા જ કહ્યું હતું કે, તેને કોમલ નામથી નફરત છે. ગોવિંદા સાથે બોલિવૂડ ડેબ્યૂ કરવા જઈ રહી છે કોમલ ગોવિંદા 7 વર્ષ પછી બોલિવૂડમાં કમબેક કરી રહ્યો છે અને તેના પ્રોડક્શનની આ ફિલ્મથી કોમલને પણ લોન્ચ કરી રહ્યા છે. એટલું જ નહીં, કોમલ ગોવિંદાની બીજી ફિલ્મ 'દુનિયાદારી'માં પણ હોવાના અહેવાલ છે. ગોવિંદાએ જુલાઈમાં અપકમિંગ ફિલ્મ 'રૂપા' સાથે જોડાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં કોમલનો મીડિયા સાથે પરિચય કરાવ્યો અને વખાણ કરતા કહ્યું કે ફિલ્મ જોયા પછી દર્શકો તેને એક સારી એક્ટ્રેસ માનશે. સુનીતાએ અફેરના આરોપ લગાવ્યા હતા થોડા સમય પહેલા જ ગોવિંદાની પત્ની સુનીતાએ 'મિસ માલિની'ને આપેલા ઇન્ટરવ્યુમાં ગોવિંદાના અફેરની ચર્ચાઓ પર વાત કરતા કહ્યું કે, 'યુવાનીમાં ભૂલો થાય છે, પરંતુ 63 વર્ષની ઉંમરે આ બધું સાંભળવું યોગ્ય નથી.' જ્યારે ઇન્ટરવ્યુઅરે જણાવ્યું કે, તેનું નામ કોમલ છે, ત્યારે સુનીતાએ કહ્યું- સુનીતાએ કહ્યું- ‘નવી છોકરીઓને શુગર ડેડી જોઈએ છે, શકલ હોતી નથી’ આ જ ઇન્ટરવ્યુમાં સુનીતાએ કહ્યું હતું કે, ‘આજકાલની જે છોકરીઓ આવે છે ને સંઘર્ષ કરવા માટે, તેમને એક શુગર ડેડીની જરૂર હોય છે, જે તેમનો ખર્ચો ચલાવે. શકલ બે કોડીની હોય છે, પણ હિરોઈન બનવું હોય છે. પછી શું કરે છે, ફસાવી લે છે, બ્લેકમેલ કરે છે. આવી છોકરીઓ ઘણી આવે છે, પણ તમે (ગોવિંદા) થોડા મૂર્ખ છો, 63 વર્ષના છો, સુંદર પત્ની છે, બાળકો છે. તમે આ ઉંમરે આ બધું ન કરી શકો. યુવાનીમાં બધા ભૂલ કરે છે, પણ આ ઉંમરે નહીં.’
    Click here to Read More
    Previous Article
    બિહારી લાલ એન્જિનિયરિંગ લિમિટેડનો IPO 12 ઓગસ્ટે ખુલશે:પ્રાઈસ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ.271 થી 285 નક્કી કરવામાં આવી
    Next Article
    શ્રાવણ માસ પૂર્વે ભક્તિ, સ્વચ્છતા અને સેવાભાવનો અનોખો સંગમ:સોમનાથને વાજતે-ગાજતે ધજારોહણ, અમદાવાદના બાપા સીતારામ ટ્રસ્ટે મહાથાળ ધરાવ્યો, 500 સ્વયંસેવકોની સફાઈસેવા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment