Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં પિતાના અગ્નિસંસ્કાર બાદ કલાકોમાં જ હૃદયરોગના હુમલાથી પુત્રનું નિધન:બે સભ્યોના મોતથી પરિવારમાં શોક, ઝવેરી બજારના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યું

    1 day ago

    પાટણમાં પિતાનું મોત થયા બાદ અગ્નિસંસ્કારના થોડા કલાકોમાં જ પુત્રનું પણ હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. ગણતરીના કલાકોમાં જ ઘરના બે સભ્યોના મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પાટણના ઝવેરી બજારમાં સોના-ચાંદીનો વ્યવસાય કરતા સેવંતીલાલ પંચાલનું ગતરોજ અવસાન થયું હતું. તેમના અગ્નિસંસ્કાર સિદ્ધપુર ખાતે કરવામાં આવ્યા હતા. અંતિમવિધિ પૂર્ણ કરીને પરિવારજનો પાટણ સ્થિત પોતાના ઘરે પરત ફર્યા હતા. ત્યારબાદ રાત્રિના સમયે સેવંતીલાલ પંચાલના મોટા પુત્ર વિજય પંચાલ (ઉ.વ 48)ને અચાનક હૃદયરોગનો તીવ્ર હુમલો આવ્યો હતો. આ હુમલાને કારણે તેમનું પણ અવસાન થયું હતું. એક જ પરિવારમાં ટૂંકા ગાળામાં બનેલી આ બે ઘટનાઓને પગલે પરિવારજનો અને સગા-સંબંધીઓમાં ભારે શોક વ્યાપી ગયો છે. આ ઘટનાને પગલે પાટણ ઝવેરી બજારના વેપારીઓએ સ્વયંભૂ પોતાની દુકાનો બંધ રાખી શોક વ્યક્ત કર્યો હતો. મૃતક વિજય પંચાલને બે સંતાનો છે, જેમાં એક પુત્ર અને એક પુત્રીનો સમાવેશ થાય છે. તેમના પરિવારમાં દાદી, પત્ની અને નાના ભાઈ-ભાભી પણ છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના રવાપર વિસ્તારમાં 185 મીટર લાંબા સી.સી. રોડનું ખાતમુહૂર્ત:જનભાગીદારી યોજના હેઠળ વૈભવલક્ષ્મી સોસાયટીથી એન્જલ હાઈટ્સ સુધી બનશે
    Next Article
    Founder Returns To Bengaluru After 12 Years In US, Says Work Barely Changed

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment