Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના રવાપર વિસ્તારમાં 185 મીટર લાંબા સી.સી. રોડનું ખાતમુહૂર્ત:જનભાગીદારી યોજના હેઠળ વૈભવલક્ષ્મી સોસાયટીથી એન્જલ હાઈટ્સ સુધી બનશે

    1 day ago

    મોરબી મહાનગરપાલિકા દ્વારા રવાપર વિસ્તારમાં જનભાગીદારી યોજના હેઠળ નવા સી.સી. રોડના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વૈભવલક્ષ્મી સોસાયટીથી એન્જલ હાઈટ્સ સુધીના અંદાજે 185 મીટર લાંબા આ રોડનું ખાતમુહૂર્ત મેયર ઉત્તમભાઈ સુરાણીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મોરબી મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પંડસુબીયા પણ હાજર રહ્યા હતા. વધુમાં, વોર્ડ નંબર 11ના કોર્પોરેટરો અને સ્થાનિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં રહીશો પણ આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.સ્થાનિક રહીશોની લાંબા સમયથી ચાલી આવતી માંગણી અને વિસ્તારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ રોડનું નિર્માણ થઈ રહ્યું છે. આ રોડ પૂર્ણ થયા બાદ સ્થાનિક રહીશો, રાહદારીઓ અને વાહનચાલકોને આવન-જાવનમાં વધુ સુવિધા મળશે. નવા સી.સી. રોડના નિર્માણથી રવાપર વિસ્તારના માળખાકીય વિકાસને પણ વેગ મળશે અને શહેરના સર્વાંગી વિકાસના લક્ષ્યને હાંસલ કરવામાં મદદરૂપ થશે.
    Click here to Read More
    Previous Article
    ઝારખંડ વિધાનસભા નજીક વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ:વિદ્યાર્થીઓએ પાણીની બોટલો ફેંકી, કાંટાળા તારની બેરિકેડિંગ પર ચઢ્યા; વોટર કેનન પર ડાન્સ કર્યો
    Next Article
    પાટણમાં પિતાના અગ્નિસંસ્કાર બાદ કલાકોમાં જ હૃદયરોગના હુમલાથી પુત્રનું નિધન:બે સભ્યોના મોતથી પરિવારમાં શોક, ઝવેરી બજારના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment