Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:દસ મહિનાથી બંધ મોનોરેલ ટૂંક સમયમાં ફરીથી પાટા પર દોડવા તૈયાર

    16 hours ago

    છેલ્લા દસ મહિનાથી બંધ મોનોરેલ ફરીથી દોડવાની તૈયારીમાં છે. જો કે હવે ફક્ત મોનોરેલ શરૂ કરવાના બદલે એને મેટ્રો અને ઉપનગરીય લોકલનું અસરકારક જોડાણ આપીનો પ્રવાસીઓ માટે વધુ ઉપયોગી કરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ચેંબુર ખાતે મેટ્રો-2બી અને મધ્ય રેલવેના સ્ટેશન સાથે જોડાણનું કામ અંતિમ તબક્કામાં છે. એ પૂરું થયા પછી સંપૂર્ણ મોનોરેલ માર્ગ એક સાથે પ્રવાસીઓ માટે ખુલ્લો કરવામાં આવશે. તેથી પ્રવાસીઓની સગવડ માટે મેટ્રો-મોનોની યુતિ થશે એમ દેખાય છે. 20 સપ્ટેમ્બર 2025થી મોનોરેલ સેવા બંધ છે. બંધ થવા પહેલાં દરરોજ લગભગ 18 હજાર પ્રવાસીઓ આ સેવાનો ઉપયોગ કરતા હતા. જો કે ઓછી પ્રવાસી સંખ્યા અને વારંવાર થતી ટેકનિકલ ખરાબીના કારણે આ સેવા મુશ્કેલીમાં મૂકાઈ હતી. તેથી એ સમયે મોનોરેલને શહેરની સાર્વજનિક પરિવહન વ્યવસ્થા સાથે અસરકારક રીતે જોડીને એની ઉપયોગીતા વધારવા પર મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે ભાર મૂક્યો છે. મોનોરેલ શરૂ કરવાની ઉતાવળ કરવાના બદલે પહેલાં પ્રવાસીઓ મોનો સુધી સહેલાઈથી પહોંચી શકે એ માટે જરૂરી જોડાણ કરવા મહત્વનું છે. મોનોરેલ તબક્કાવાર શરૂ કરવાના બદલે સંપૂર્ણ માર્ગ પર એક સાથે સેવા શરૂ કરવામાં આવશે. મોનોરેલ પૂર્ણ માર્ગ શરૂ થયા પછી જ પ્રવાસીઓને સાચા અર્થમાં એનો ફાયદો મળશે અને વધુમાં વધુ પ્રવાસીઓ આ સેવા તરફ વળશે એવો પ્રાધિકરણનો અંદાજ છે. ચેંબુર ખાતે મેટ્રો-2બી, મધ્ય રેલવે અને મોનો રેલને જોડતો કનેક્ટર ઊભો કરવામાં આવી રહ્યો છે. તેથી એક ઠેકાણેથી બીજા ઠેકાણે જવાની વ્યવસ્થામાં સહેલાઈથી ફેરફાર કરી શકાશે. એનો ફાયદો મેટ્રો, લોકલ અને મોનોરેલ એમ ત્રણેય સેવાના પ્રવાસીઓને થશે એમ એમએમઆરડીએના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. મેટ્રો-2બીનો ડાયમંડ ગાર્ડનથી માનખુર્દ તબક્કો શરૂ થઈ ગયો છે. ડાયમંડ ગાર્ડનથી ચેંબુર ભાગ પણ પૂર્ણપણે તૈયાર છે. આગામી થોડા દિવસમાં મેટ્રો ચેંબુર સુધી દોડતી થશે એટલે મોનોરેલના પુનઃ શુભારંભને પણ ઝડપ મળશે. જરૂરી મંજૂરી મળી મોનોરેલના સંચાલન માટે જરૂરી સીએમઆરએસ અર્થાત કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી તરફથી અંતિમ સુરક્ષા મંજૂરી મળી ગઈ છે. તેથી મોનોરેલ ફરી શરૂ કરવા જરૂર તમામ અનિવાર્ય મંજૂરીઓ હવે મળી છે. મોનોરેલ ફરીથી પ્રવાસીઓ માટે શરૂ કરવા પહેલાં ટેકનિકલ સિસ્ટમ, સુરક્ષા વ્યવસ્થા અને ટ્રેનની કાર્યક્ષમતાની તપાસ કરવામાં આવી રહી છે. મેટ્રો સાથે જોડાણ, સંપૂર્ણ રૂટ પર એક સાથે સેવા અને 18 ડબ્બાનો કાફલો એવા ત્રિસૂત્રના જોરે મોનોરેલને નવસંજીવની આપવાનો એમએમઆરડીએનો પ્રયત્ન છે. સફળ અમલબજાવણી થશે તો મુંબઈની સાર્વજનિક પરિવહન વ્યવસ્થામાં મોનોરેલનું સ્થાન ફરીથી મજબૂત થાય એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઓનલાઈન ગેમિંગ અને ડિજિટલ અરેસ્ટ:ગુજરાતના યુવાનોની ભરતી કરીને સાઈબર ઠગાઈમાં ઉપયોગ કરવાનું કૌભાંડ પકડાયું
    Next Article
    હરિયાણાની 1 મહિનાથી ગુમ થયેલી મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન:બિનવારસી હાલતમાં મળી આવેલી મહિલાને તબીબી સારવાર અપાઇ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment