Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં ચૈતર વસાવાના સમર્થકોનો પોલીસ પર પથ્થરમારો:વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ડીજેથી રસ્તો બ્લોક કર્યો, પોલીસે હળવો લાઠીચાર્જ કરી ટીયર ગેસના સેલ છોડ્યા

    22 hours ago

    દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન ગોધરા રોડ પર આવેલા મુવાલીયા ચોકડી પાસે માથાકૂટની ઘટના બની હતી. આદિવાસી સમાજની રેલી દરમિયાન ચૈતર વસાવાના સમર્થકો, AAP નેતાઓએ વાહનોથી રેલીનો રસ્તો બ્લોક કરી પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મૂજબ પથ્થરમારો થતાં જવાબમાં પોલીસે કાર્યવાહી કરતાં ટીયરગેસના સેલ છોડ્યા હતા. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. ચૈતર વસાવાના સમર્થકોએ ડીજે સાથે પહોંચી હોબાળો કર્યો મળતી માહિતી મૂજબ આ રેલીમાં આદિવાસીઓએ ડીજે વગાડવાનું નથી એવું નક્કી કર્યું હતું. પણ ચૈતર વસાવાના સમર્થકો અને આપ કાર્યકરો ડીજે સાથે પહોંચી ગયા અને રસ્તો જામ કરી દીધો. આ લોકોએ ચૈતર વસાવાના ફોટો વાળા બોર્ડ અને બેનરો હાથમાં લઈને તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર સાથે હોબાળો કર્યો હતો. ચૈતર વસાવાના સમર્થકો, AAP નેતાઓએ રસ્તો બ્લોક કર્યો : Dysp જગદીશ ભંડારી સમગ્ર ઘટના અંગે માહિતી આપતા Dysp જગદીશ ભંડારીએ જણાવ્યું કે દાહોદમાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ શહેરમાં ગોધરા રોડ અને ઝાલોદ રોડ એમ બે રૂટ પર રેલી કાઢવા માટે આગોતરી મંજૂરી લેવામાં આવી હતી. બંને રૂટ પર બપોરે 12 વાગ્યાની આસપાસ પૂજાવિધિ બાદ રેલી શરૂ થઈ હતી. બંને રૂટ પર નીકળેલી રેલી શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી હતી. રેલીનો આગળનો ભાગ જનતા ચોક અને બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગયો હતો અને લગભગ બપોરે 2 વાગ્યા સુધીમાં રેલીનો અડધો રૂટ પૂર્ણ થઈ ગયો હતો. આ દરમિયાન આદિવાસી સમાજના લોકો ઢોલ-નગારાં સાથે સાંસ્કૃતિક રીતે રેલીમાં જોડાયા હતા. ગોધરા રોડ પર આવેલા મુવાલિયા ક્રોસિંગ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ અને લોકો દ્વારા ખાનગી વાહનો તથા DJની મદદથી રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો. રસ્તા પર ચૈતર વસાવાના સમર્થનના બેનરો લગાવીને માર્ગ અવરોધ કરવામાં આવ્યો હોવાનો પણ પોલીસનો દાવો છે. એમ્બ્યુલન્સ અને સરકારી બસો ફસાઈ રસ્તો બંધ થવાના કારણે એમ્બ્યુલન્સ સહિત સરકારી બસો અને અન્ય વાહનો અટવાઈ ગયા હતા. પોલીસે સ્થળ પર પહોંચીને લોકોને રસ્તો ખુલ્લો કરવા અને એમ્બ્યુલન્સ તથા અન્ય વાહનોને પસાર થવા દેવા માટે વારંવાર સમજાવ્યા હતા. અડધીથી પોણી કલાક સુધી સમજાવટ છતાં સ્થિતિ ન બદલાતા પોલીસે કાર્યવાહી કરી પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, સ્થળ પર હાજર લોકોને સમજાવવામાં આવ્યું હતું કે આદિવાસી સમાજની સાંસ્કૃતિક રેલી માટે મંજૂર રૂટ નક્કી કરવામાં આવ્યો છે અને રેલી પહેલાથી જ અડધો રૂટ પૂર્ણ કરી ચૂકી છે. તેમ છતાં રસ્તો ખોલવામાં ન આવતા પોલીસની અન્ય ટીમો પણ સ્થળ પર પહોંચી હતી. લગભગ અડધીથી પોણી કલાક સુધી સમજાવટ કરવામાં આવી હોવા છતાં કેટલાક લોકો દ્વારા હલ્લાબોલ અને ધક્કામુક્કી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પોલીસનો દાવો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે નિયમ મુજબ કાર્યવાહી કરી અને લોકોને ત્યાંથી વિખેર્યા હતા. ત્યારબાદ રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો કરાવવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં કાયદેસરની આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે. મોબાઈલ અને બોડીવોર્ન કેમેરામાં ઘટનાનું રેકોર્ડિંગ પોલીસે જણાવ્યું કે સમગ્ર ઘટનાનું મોબાઈલ ફોન, બોડીવોર્ન કેમેરા અને અન્ય માધ્યમો દ્વારા રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત CCTV સહિતના ફૂટેજનો પણ અભ્યાસ કરવામાં આવશે. તેના આધારે ઘટનામાં કોણ જવાબદાર છે તે નક્કી કરીને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનામાં પ્રથમ દૃષ્ટિએ કોઈ વ્યક્તિને ઈજા થઈ હોવાની માહિતી સામે આવી નથી. જોકે, સમગ્ર સ્ટાફના નિવેદનો, કેમેરા ફૂટેજ અને CCTVની તપાસ બાદ વધુ હકીકત સામે આવશે તેમ પોલીસે જણાવ્યું હતું. મુખ્ય આદિવાસી રેલી શાંતિપૂર્ણ સંપન્ન પોલીસના જણાવ્યા મુજબ, માર્ગ અવરોધની ઘટના બાદ પણ આદિવાસી સમાજ દ્વારા આયોજિત મુખ્ય સાંસ્કૃતિક રેલી શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી હતી. રેલીમાં લોકો ઢોલ-નગારાં સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યા હતા અને રેલી શાંતિપૂર્ણ સંપન્ન થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ધારીના જળજીવડી ગામ નજીક 8 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો:માથાના ભાગે ગંભીર ઈજાઓ, વનવિભાગની ટીમે દીપડાને પકડવા કવાયત શરૂ કરી
    Next Article
    Death Count In Assam Floods Reaches 100, Nearly 1.4 Lakh Affected

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment