Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરગાહની મજાર પર ચડેલી સિંહણનો વીડિયો વાયરલ:ગીરગઢડાના ઈટવાયા-ખિલાવડ વચ્ચે કેમેરામાં કેદ થયો અનોખો નજારો

    10 hours ago

    ગીરગઢડા તાલુકાના ઈટવાયા અને ખિલાવડ ગામ વચ્ચે આવેલી રહીમશા પીરની દરગાહ પાસે સિંહણની અનોખી લટાર જોવા મળી હતી. રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહનચાલકે સિંહણને દરગાહ નજીક જોઈ સમગ્ર દૃશ્ય મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધું હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સિંહણ દરગાહની મજાર પર ચડી, પીઠ ખંજવાળી વીડિયોમાં સિંહણ દરગાહ નજીક થોડો સમય ઊભી રહે છે અને ત્યારબાદ કૂદકો મારીને દરગાહની મજાર પર ચડી, પીઠ ખંજવાળી આગળ વધતી જોવા મળે છે. આ અનોખું દૃશ્ય જોઈ વાહનચાલક પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. દરગાહ આસપાસ વારંવાર સિંહોની અવરજવર સ્થાનિકોના જણાવ્યા મુજબ, રહીમશા પીરની દરગાહ આસપાસ અગાઉ પણ અનેક વખત સિંહોની અવરજવર જોવા મળી છે. આ વિસ્તાર ગીરના જંગલ વિસ્તારને અડીને આવેલો હોવાથી વનરાજ ઘણીવાર રસ્તાઓ અને માનવ વસાહત નજીક જોવા મળે છે. દરગાહ આસપાસના વિસ્તારમાં સિંહ જોવા મળતા હોવાની જાણ થતાં કેટલાક લોકો વનરાજને જોવા માટે પણ ત્યાં પહોંચતા હોય છે. જોકે, જંગલી પ્રાણીની નજીક જવું જોખમી બની શકે છે. તેથી સિંહ કે સિંહણ જોવા મળે ત્યારે લોકોએ સલામત અંતર જાળવી રાખવું અને વન્યજીવનને પરેશાન ન કરવું જરૂરી છે. વિડીયો તાજેતરનો હોવાની વનવિભાગની પુષ્ટિ દરગાહની મજાર પર ચડેલી સિંહણનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. ગીરના સાવજની આ અનોખી લટારથી સ્થાનિકોમાં પણ કુતૂહલ જોવા મળી રહ્યું છે. સિંહણના આ વીડિયો અંગે જસાધાર વન વિભાગના ફોરેસ્ટર એમ. એચ. સોંદરવાનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે આ વીડિયો તાજેતરનો છે. આ પણ વાંચો: રાજુલાના ખારીમાં શિકારની શોધમાં આવેલા સાત સિંહોને ગાયે દોટ લગાવી ભગાડ્યાં, જુઓ VIDEO અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બે ગામોમાં સિંહોની લટાર જોવા મળી છે. ખારી ગામમાં એક સાથે સાત સિંહો ઘૂસી આવ્યા હતા. જોકે, સિંહોને ગાયે ભગાડી દીધા હતા. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.) અમરેલીમાં સિંહ-દીપડાનો આતંક યથાવત:ધારીમાં સિંહે વાછરડું માર્યું અમરેલી જિલ્લાના ધારી અને રાજુલા પંથકમાં રાત્રિના સમયે ખોરાકની શોધમાં માનવ વસવાટ સુધી આવી ચડેલા સિંહ અને દીપડાના દ્રશ્યો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. ધારીના દેવળા ગામે સિંહે ગણતરીની સેકન્ડોમાં વાછરડાનો શિકાર કર્યો હતો, તો બીજી તરફ રાજુલાના સન્યાસ આશ્રમમાં દીપડો ભટકતો જોવા મળ્યો હતો. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    રાણપુરના મુખ્ય રસ્તાઓ બિસ્માર:ખાડાઓમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા, તાત્કાલિક સમારકામની લોકોની માગ
    Next Article
    PM Modi Meets CWG 2026 Medal Winners|PM મોદીએ કરી કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતા ખેલાડીઓ સાથે મુલાકાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment