Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાણપુરના મુખ્ય રસ્તાઓ બિસ્માર:ખાડાઓમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા, તાત્કાલિક સમારકામની લોકોની માગ

    10 hours ago

    બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં મુખ્ય માર્ગોની હાલત અત્યંત બિસ્માર બની છે. લિંબડી ત્રણ રસ્તાથી મનુભાઈ શેઠ સ્કૂલ સુધીનો રસ્તો મોટા ખાડાઓથી ભરાઈ ગયો છે, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસામાં આ સ્થિતિ વધુ ગંભીર બની છે. શહેરના પ્રવેશદ્વાર સમાન આ માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. આશરે 30 હજારની વસ્તી ધરાવતા અને 36 ગામોના વહીવટી કેન્દ્ર એવા રાણપુરમાં સારા રસ્તાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, તંત્ર દ્વારા રસ્તાઓ ખોદવામાં આવે છે, પરંતુ ત્યારબાદ તેનું યોગ્ય સમારકામ કરવામાં આવતું નથી. ચોમાસાની શરૂઆત થતાં જ આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જાય છે, જેના કારણે વાહનચાલકો માટે ખાડાનો અંદાજ લગાવવો મુશ્કેલ બને છે. પસાર થતા વાહનોના કારણે પાણી રાહદારીઓ પર ઉડતાં હોવાથી અનેક વખત બોલાચાલી અને ઝઘડાના બનાવો પણ સામે આવે છે. રાણપુરના સ્થાનિક ગોપાલભાઈ બોળીયાએ જણાવ્યું હતું કે, દરરોજ હજારો લોકો આ માર્ગ પરથી અવરજવર કરે છે. સરકારી અધિકારીઓ પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે, છતાં રોડની હાલત સુધારવા કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી. જિલ્લા મથકથી માત્ર 25 કિલોમીટર દૂર આવેલા રાણપુરની આ સ્થિતિ સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમારે બિસ્માર રસ્તા અંગે જણાવ્યું કે, અમુક રસ્તાઓ આરએમબી (RMB) હસ્તક છે અને અમુક પંચાયત હસ્તક. તેમણે ઉમેર્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી આ બંને રોડ પંચાયતને સોંપવા માટે પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. જો આ રોડ પંચાયતને સોંપવામાં આવે તો તેની યોગ્ય તકેદારી લઈ શકાય. સરપંચે સ્વીકાર્યું કે એપીએમસીથી લઈ લિંબડી ત્રણ રસ્તા સુધીનો મુખ્ય માર્ગ બિલકુલ ખરાબ હાલતમાં છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક રસ્તાનું કામ કરવાની માંગ કરવામાં આવી રહી છે અને જો કામગીરી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકા સાથે આરપારના મૂડમાં નેતન્યાહૂ:ટ્રમ્પના 15-પોઇન્ટ પ્લાનને ફગાવ્યો; કહ્યું- હું PM છું, ત્યાં સુધી પેલેસ્ટાઇન દેશ નહીં બને, હમાસનો ખાતમો જ એકમાત્ર લક્ષ્ય!
    Next Article
    દરગાહની મજાર પર ચડેલી સિંહણનો વીડિયો વાયરલ:ગીરગઢડાના ઈટવાયા-ખિલાવડ વચ્ચે કેમેરામાં કેદ થયો અનોખો નજારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment