Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના ઝવેરચંદ મેઘાણી ગાર્ડનમાં સુવિધાઓનો અભાવ:શહેરીજનોમાં નારાજગી, રિનોવેશન અને આધુનિકીકરણની માંગ

    1 day ago

    બોટાદ શહેરના હૃદયસ્થાને આવેલો મેઘાણી ગાર્ડન હાલ બિસ્માર હાલતમાં છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં બનેલા આ ગાર્ડનમાં મૂળભૂત સુવિધાઓના અભાવે શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે. ગાર્ડનમાં ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા નથી એક સમયે મનોરંજન અને આરામનું મુખ્ય સ્થળ ગણાતો આ ગાર્ડન સમય જતાં જર્જરિત બન્યો છે. ગાર્ડનમાં ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા પણ નથી. અનેક સ્થળોએ સફાઈનો અભાવ અને અપૂરતી સુવિધાઓ અંગે ફરિયાદો ઉઠી રહી છે. રમતગમતના સાધનો તૂટેલી હાલતમાં ગાર્ડનમાં બાળકો માટે રમતગમતના પૂરતા સાધનો નથી, અને જે ઉપલબ્ધ છે તે પણ તૂટેલી હાલતમાં છે. વાલીઓ ગાર્ડનમાં આધુનિક પ્લે એરિયા વિકસાવવાની માંગ કરી રહ્યા છે, જેથી બાળકો સુરક્ષિત વાતાવરણમાં રમી શકે. ગાર્ડનમાં બેસવાની વ્યવસ્થા પણ અપૂરતી મુલાકાતીઓ માટે બેસવાની વ્યવસ્થા પણ અપૂરતી છે. અનેક બાકડાઓની સંખ્યા ઓછી છે, જ્યારે કેટલાક બિસ્માર હાલતમાં છે. આના કારણે વૃદ્ધો સહિતના મુલાકાતીઓને મુશ્કેલી પડે છે. શહેરીજનો નવા બાકડા અને પૂરતી બેઠક વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે. રિનોવેશન સાથે આધુનિક સુવિધાઓ આપવાની માંગ ગાર્ડનની સુંદરતા વધારતા ફુવારા અને આકર્ષક લાઇટિંગ જેવી સુવિધાઓ પણ ગેરહાજર છે. આના કારણે ગાર્ડનનું આકર્ષણ ઘટી રહ્યું હોવાનું શહેરીજનો જણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે માત્ર રિનોવેશન જ નહીં, પરંતુ તેને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની પણ જરૂર છે. શહેરીજનો મેઘાણી ગાર્ડનનું તાત્કાલિક રિનોવેશન કરવાની માંગ કરી રહ્યા છે. જેમાં બાળકો માટે આધુનિક રમતગમતના સાધનો, નવા બાકડા, ફુવારા, લાઇટિંગ, સફાઈ અને અન્ય આધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે. આનાથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિ સાથે જોડાયેલો આ ગાર્ડન ફરી બોટાદ શહેર માટે આકર્ષણનું કેન્દ્ર બની શકશે.
    Click here to Read More
    Previous Article
    'મેં આમિર ખાનને ઈગ્નોર નથી કર્યા':દાવાઓ પર ભડકી એક્ટ્રેસ; કહ્યું- નેગેટિવિટી વધારશો તો ફોટો પડાવા ઊભી રહીશ તેવી અપેક્ષા ન રાખતા
    Next Article
    રેલવે મુસાફરોની સુરક્ષામાં વધારો:જામનગર યાર્ડમાં ટ્રેક જ્યોમેટ્રી સુધારાથી અકસ્માતનો ભય ટળ્યો, મુસાફરી વધુ સુરક્ષિત બનશે ; શ્રેષ્ઠ સેવા બદલ રાજકોટ ડિવિઝનના 5 કર્મચારીઓનું સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment