Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મોટા-મોટા પથ્થરો માર્યા, માથું ફાટી જાત':પશ્ચિમ બંગાળમાં મમતા પર હુમલો; કહ્યું- મરતાં-મરતાં બચ્યાં, પોલીસની સામે ટોળાએ કાર પર માટી-કાદવ લગાવ્યો

    1 day ago

    પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે આરોપ લગાવ્યો કે તેમની ગાડી પર પથ્થરમારો કરી હુમલો કરવામાં આવ્યો. પોલીસની સામે ભીડે ગાડી રોકી લીધી. કાર પર માટી અને કાદવ લગાવી દીધો. કેટલાક લોકોએ જૂતા-પથ્થરો પણ ફેંક્યા. જો બારી ખુલ્લી હોત તો માથું ફાટી જાત, મૃત્યુ પણ થઈ શકત. ખરેખરમાં મમતા ઉત્તર 24 પરગના જિલ્લામાં એક ટીએમસી કાર્યકર્તાના મૃત્યુ પછી તેના પરિવારને મળવા જઈ રહ્યા હતા. રસ્તામાં બિજપુર પાસે સ્થાનિક ભીડે તેમનો કાફલો રોકી લીધો. પ્રદર્શનકારીઓએ ‘ચોર-ચોર'ના નારા લગાવ્યા હતા. ઘટના સંબંધિત 3 તસવીરો… મમતા બોલ્યા- આખું પશ્ચિમ બંગાળ ગુંડાઓના કન્ટ્રોલમાં મમતા બેનર્જીએ કહ્યું કે, મારી કાર પર હુમલો એક ષડયંત્ર સિવાય કંઈ નથી. મેં પોલીસને જણાવ્યું હતું કે હું અહીં આવીશ, તેમ છતાં પોલીસે કોઈ સુરક્ષા વ્યવસ્થા કરી ન હતી. આખા પશ્ચિમ બંગાળને ગુંડાઓ કન્ટ્રોલ કરી રહ્યા છે.ખરેખર, મમતા તૃણમૂલ કોંગ્રેસ (TMC) કાર્યકર બિરજુ કેઓટના મૃત્યુ પછી તેમના પરિવારને મળવા આવ્યા હતા. બિરજુનું મૃત્યુ હાલીશહર પોલીસ કસ્ટડીમાં તબિયત લથડ્યા બાદ થયું હતું. મમતા સાથે સંકળાયેલ હિંસા-મારામારીનો 3 મહિનામાં ત્રીજો કિસ્સો 8 જુલાઈ: મમતાએ ઘરની બહાર 3 લોકોને થપ્પડ મારી પશ્ચિમ બંગાળના કોલકાતામાં 8 જુલાઈના રોજ TMCની રેલીમાં હંગામો થયો હતો. આ દરમિયાન મમતા બેનર્જી નારાજ થઈ ગયા. તેઓ પોતાની જ પાર્ટીના ત્રણ કાર્યકરોને થપ્પડ મારતા જોવા મળ્યા હતા. ખરેખરમાં, રેલી બારુઈપુરમાં 11 વર્ષની બાળકી સાથેના રેપ-મર્ડરના વિરોધમાં કાઢવામાં આવી રહી હતી. આ દરમિયાન ચોર-ચોરના નારા લાગવા માંડ્યા અને કેટલાક લોકોએ રેલીમાં સામેલ લોકો પર ઇંડા ફેંકવાનું શરૂ કરી દીધું. TMCએ આરોપ લગાવ્યો કે હંગામો ભાજપના કાર્યકરોએ કર્યો. આ દરમિયાન મારામારી પણ કરી. મમતાએ કહ્યું કે બંગાળમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. પોલીસ ભાજપના કાર્યકરોની જેમ કામ કરી રહી છે. 4 મે: મમતાનો આરોપ સ્ટ્રોંગ રૂમની અંદર મને ધક્કો મારવામાં આવ્યો 4 મેના રોજ બંગાળ વિધાનસભામાં પરિણામના દિવસે મમતા બેનર્જીએ કાઉન્ટિંગ સેન્ટરમાંથી બહાર નીકળતી વખતે ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે કાઉન્ટિંગ સેન્ટરની અંદર તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમને મારવામાં આવ્યા અને ધક્કો મારવામાં આવ્યો. મમતાએ કહ્યું કે CCTV કેમેરા બંધ કરી દેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી પદ પરથી હટ્યા પછી પણ મમતા પાસે Z+ સુરક્ષા મમતા બેનર્જીના મુખ્યમંત્રી પદ પરથી હટ્યા પછી પણ તેમની Z+ સુરક્ષા યથાવત છે. મે 2026માં પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન પછી તેમના નિવાસસ્થાન બહારની વધારાની પોલીસ વ્યવસ્થા ઓછી કરવામાં આવી હતી, પરંતુ Z+ સુરક્ષા હટાવવામાં આવી ન હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, મમતા બેનર્જીની Z+ સુરક્ષામાં લગભગ 55 કર્મચારીઓનો સુરક્ષા ઘેરો હોય છે. પૂર્વ મુખ્યમંત્રીને Z+ સુરક્ષા શા માટે મળે છે, 3 કારણો... જો સુરક્ષા એજન્સીઓને કોઈ નેતા પર ગંભીર ખતરો લાગે છે, તો મુખ્યમંત્રી પદ છોડ્યા પછી પણ Z+ સુરક્ષા ચાલુ રહી શકે છે. નેતા જો હજુ પણ સક્રિય રાજકારણમાં હોય અને સતત રેલીઓ, સભાઓ અને જાહેર કાર્યક્રમોમાં જાય છે, તો સુરક્ષાની જરૂરિયાત જળવાઈ રહે છે. સુરક્ષા એજન્સીઓ સમય-સમય પર ખતરાની સમીક્ષા કરે છે. ખતરો ઓછો થવા પર સુરક્ષા ઘટાડી શકાય છે અને વધવા પર વધારી પણ શકાય છે. ---------------------------------
    Click here to Read More
    Previous Article
    અસ્મિતા ચાલિહાએ કોરિયા માસ્ટર્સ જીત્યો:બેડમિન્ટન ફાઇનલમાં ચીનની ખેલાડીને હરાવી; એક અઠવાડિયામાં ભારતનું બીજું BWF ટાઇટલ
    Next Article
    સિક્યુરિટી ગાર્ડનું ઈન્ટિરીયર ડિઝાઈનર પર દુષ્કર્મ:ઉજ્જૈનથી પરત ફરતા વડોદરાના 6નાં મોત, રાકેશ ટીકેતે સરકારને આપી ચેતવણી, રેસિડેન્ટ ડોક્ટરનો આપઘાત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment