Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં શ્રીજીની પ્રથમ ભવ્ય આગમન યાત્રા નીકળી:રાવપુરામાં ખર્ચીકરના ખાંચાના શ્રીજી વાજતે ગાજતે પધાર્યાં, પ્રતિમાઓની ઊંચાઈને લઈ માર્ગદર્શિકા જાહેર થઈ શકે

    8 hours ago

    વડોદરા શહેરમાં ગણેશ મહોત્સવની ઉજવણી ખુબ ધામધૂમથી કરવામાં આવે છે. 10 દિવસ સુધી ભગવાન ગણેશની પૂજા અર્ચના કરશે અને આસ્થાભેર મહેમાનગતિ કરશે. ત્યારે શહેરમાં શનિવાર (8 ઓગષ્ટ)ના રોજ શહેરમાં પ્રથમ ગણેશજીની આગમન યાત્રા નીકળી હતી. વાજતે ગાજતે શહેરમાં ભગવાન શ્રીજીનું આગમન થયું હતું. એક મહિના પૂર્વેથી તૈયારીઓ વડોદરામાં પ્રતિવર્ષ ભગવાન ગણેશજી 10 દિવસ સુધી શહેરજનોનું આતિથ્ય માણવા આવે છે. શહેરના અનેક યુવક મંડળો દ્વારા મહિનાઓ પહેલાથી તૈયારીઓ શરુ કરી દેવામાં આવે છે. શહેરમાં અનેક સ્થળોએ બિરાજમાન ભગવાન ગણેશ આકર્ષણ જમાવે છે. રોજે રોજ હજારો શ્રદ્ધાળુ તેઓના દર્શન કરી ધન્યતા અનુભવે છે. વાજતે ગાજતે ભગવાનની પધરામણી શહેરના રાવપુરા વિસ્તારમાં ખર્ચીકરના ખાંચામાં પ્રતિવર્ષ ભગવાન શ્રીજીની ભવ્ય પ્રતિમા બિરાજમાન કરાવવામાં આવે છે. આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષે પણ અહીંના યુવક મંડળ દ્વારા ભગવાન ગણેશની ભવ્ય પ્રતિમા બિરાજમાન કરવામાં આવશે. શનિવારે આ પ્રતિમાની આગમન યાત્રા નીકળી હતી. ઢોલ નગારા અને ડીજેના તાલે વાજતે ગાજતે ભગવાન ગણેશની આગમનયાત્રા નીકળી હતી. શહેરના મુખ્યમાર્ગો ઉપર આ યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. પ્રતિમાઓ અંગેનું જાહેરનામું હજુ બહાર નથી પડ્યું સરકાર દ્વારા ગણેશ મહોત્સવ પૂર્વે પ્રતિમાઓને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવે છે જેમાં પ્રતિમાઓની ઊંચાઈ તેમજ તેની બનાવટ અંગેની માર્ગદર્શિકા હોય છે. જો કે હાલ સુધી સરકાર દ્વારા આવું કોઈ નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પ્રતિમાઓની ઊંચાઈને લઈને સરકાર માર્ગદર્શિકા જાહેર કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળ PM બાલેન સોમવારે પહેલા ભારતીય રાજદૂતને મળશે:પછી ચીનના દૂત સાથે વાત થશે, બીજા દિવસે અમેરિકાના અધિકારી સાથે વન-ટુ-વન બેઠક
    Next Article
    बिजनौर के एक और अस्पताल में परिजनों का जबरदस्त हंगामा, पैसा मिलते ही बदल गए सुर

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment