Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ગુજરાતમાં ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો...’રાકેશ ટીકેતની સરકારને ચેતવણી:મોરબીની મહાસભામાં કહ્યું-પંજાબ, હરિયાણા અને યુપીમાં પડઘા પડશે

    13 hours ago

    મોરબીના રવાપર ગામે 8 ઓગસ્ટે યોજાયલી ‘ખેડૂત મહાસભા’માં ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતે સરકારને ચેતવણી આપતા કહ્યું કે, જો ગુજરાતમાં ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પડશે અને ત્યાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા ગુજરાતમાં પડશે. શું છે ખેડૂત આંદોલનનો મામલો? મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં ઊભા કરાતા વીજપોલ અને લાઇન સામે યોગ્ય વળતરની માગ સાથે ખેડૂતો 1 મે, 2026થી આંદોલન ચલાવી રહ્યા છે. શરૂઆતમાં કામગીરી અટકાવવા ખેડૂતો અને કંપનીના માણસો તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ ખેડૂતોએ આ વિરોધને વધુ ઉગ્ર બનાવીને ટ્રેક્ટર રેલી, કલેક્ટરને આવેદનપત્ર અને 9 ખેડૂતો દ્વારા 20 દિવસ સુધી આમરણાંત ઉપવાસ કરાયા હતા. સરકારે 4 જુલાઈ, 2026એ નવી વળતર નીતિનો પરિપત્ર જાહેર કર્યો હતો, પરંતુ ખેડૂતોએ તેને અપર્યાપ્ત ગણાવી અસ્વીકાર કર્યો. છેલ્લા ત્રણ મહિના કરતાં વધુ સમયથી જેતપરમાં આંદોલન ચાલે છે. ખેડૂતોની મુખ્ય માંગણી એ છે કે, વીજ કંપનીઓ પાસેથી ખેડૂતોને પૂરતું વળતર મળે. આ વિરોધના સમર્થનમાં જ રવાપર ગામે ‘ખેડૂત મહાસભા’નું યોજાઈ હતી. સરકાર માત્ર પૂંજીપતિઓની છે, જે ખેડૂતોને લૂંટી રહી છે: રાકેશ ટીકેત રવાપરની સભા પહેલા, રાકેશ ટીકેત અને ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ યદુવીરસિંહ ચૌધરી સહિતના નેતાઓએ જેતપરમાં પહોંચીને ખેડૂતોના આંદોલનને બિરદાવી સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. બાદમાં રવાપરની મહાસભામાં પહોંચ્યાં હતાં. અહીં સભા સંબોધતા રાકેશ ટીકેતે કહ્યું કે, આ સરકાર ટ્રેક્ટરથી ડરે છે, એટલે જ્યારે વિરોધ કરવા જાવ ત્યારે ટ્રેક્ટર લઈને જજો. આ માત્ર પૂંજીપતિઓની સરકાર છે જે ખેડૂતોને લૂંટી રહી છે. તેમણે 8 ઓગસ્ટના 'ભારત છોડો આંદોલન'નો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ તાનાશાહી સરકારમાંથી ગુજરાતને મુક્ત કરાવવા તેઓ વારંવાર અહીં આવતા રહેશે. તેમણે ચીમકી આપી કે, ખેડૂતો પરના લાઠીચાર્જના પડઘા સમગ્ર દેશમાં પડશે. અમે પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં પોલીસ સ્ટેશન અને DM ઓફિસને ઘેરવાનો પ્રયાસ કરીશું.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં 4 વર્ષ પહેલાં ચોરાયેલી એક્ટિવા મળી:ભરૂચ A ડિવિઝન પોલીસે 3 આરોપી પકડ્યા; 3 મોબાઈલ સહિત ₹1.15 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    ધ્રોલના ભૂચરમોરી નજીક જર્જરિત ટાંકી ડિમોલિશ કરાઈ:લોકોની સુરક્ષાને ધ્યાને રાખી તંત્રએ લીધો નિર્ણય; તંત્રની કામગીરીથી સ્થાનિકોએ રાહત અનુભવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment