Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં 4 વર્ષ પહેલાં ચોરાયેલી એક્ટિવા મળી:ભરૂચ A ડિવિઝન પોલીસે 3 આરોપી પકડ્યા; 3 મોબાઈલ સહિત ₹1.15 લાખનો મુદ્દામાલ જપ્ત

    8 hours ago

    ભરૂચ શહેર A ડિવિઝન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન વર્ષ 2021માં ચોરાયેલી એક્ટિવા મોપેડ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીની એક્ટિવા અને 3 મોબાઈલ ફોન સહિત કુલ ₹1.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નંબર પ્લેટ વિનાના વાહનની તપાસમાં ભેદ ઉકેલાયો જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચનાથી PI આર.એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ધોળીકૂઈ બજાર તરફ જતા માર્ગ પર નંબર પ્લેટ વગરની એક્ટિવા સાથે અબ્દુલકાદીર મુલ્લા નામના શખ્સને અટકાવી પૂછપરછ કરતાં ચોરીની કબૂલાત થઈ હતી. પિતરાઈ ભાઈ અને વેચનાર સહિત ત્રણની ધરપકડ ઝીણવટભરી તપાસમાં સામે આવ્યું કે આ મોપેડ તેના પિતરાઈ ભાઈ તમીમ અહેમદ કોન્ટ્રાક્ટરે સિતપોણ ગામના રફીક ફોદીવાલા પાસેથી ખરીદી હતી. પોલીસે તમીમ અને રફીકને પણ બોલાવી સઘન પૂછપરછ હાથ ધરીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. શ્રવણ ચોકડી પાસેથી વર્ષ 2021માં થઈ હતી ચોરી પોલીસ તપાસમાં ખૂલ્યું કે આ એક્ટિવા વર્ષ 2021માં ભરૂચની શ્રવણ ચોકડી પાસેથી ચોરાઈ હતી, જે અંગે ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ મથકે સત્તાવાર ગુનો નોંધાયેલો હતો. પોલીસે ₹45,000ની કિંમતનું મોપેડ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    Atiq Ahmed Son Abaan Funeral: Maa Shaista Parveen बेटे के जनाजे में हुई शामिल?| Bhai Ali |Prayagraj
    Next Article
    ‘ગુજરાતમાં ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો...’રાકેશ ટીકેતની સરકારને ચેતવણી:મોરબીની મહાસભામાં કહ્યું-પંજાબ, હરિયાણા અને યુપીમાં પડઘા પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment