Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાનગી કોલેજની લેબ આસિસ્ટન્ટ યુવતી બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ:મારા ભાઇ-બહેનને ભણાવજો, ત્રણ વખત મમ્મી-પપ્પા મને માફ કરજો લખેલી ચીઠ્ઠી મળતા પોલીસ તપાસ હાથ ધરી

    13 hours ago

    રાજકોટની એક ખાનગી કોલેજમાં લેબ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારની વતની યુવતીએ ગળાપોંસ ખાવાનો કે ઝેર પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતાં તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ બનાવ અંગેની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ મથકની ટીમે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી, જ્યાં યુવતી પાસેથી એક અત્યંત કરુણ અને ભાવુક સુસાઈડ નોટ મળી આવી છે. પેરામાઉન્ટ સોસાયટીમાં ભાડેથી રહેતી હતી યુવતી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આપઘાતનો પ્રયાસ કરનાર યુવતી અલ્પા વાઘેલા મૂળ થાનના આણંદપર ગામની વતની છે અને છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી પેરામાઉન્ટ સોસાયટીમાં ભાડેથી રહીને ખાનગી કોલેજમાં લેબ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી હતી. તેના પિતા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સવારે ઘરે બેભાન હાલતમાં મળી આવતાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. “બેનની ફી ભરી દેજો, ગામનાને કહેજો હું કોઈ સાથે ભાગી નથી ગઈ” પોલીસને અલ્પા પાસેથી મળી આવેલી ચિઠ્ઠીમાં તેણે પરિવાર પ્રત્યેનો પ્રેમ અને પોતાની લાચારી વ્યક્ત કરતાં લખ્યું હતું કે, મમ્મી પપ્પા હવેના જન્મમાં તમે જ મારા મમ્મી-પપ્પા બનજો. મારા ભાઈ-બહેનને ભણાવજો, એનું ભણવાનું ન બગાડતાં, બધા કંઈક સારી જગ્યાએ પહોંચે એવું મારું સપનું છે. બહેનની ફી ₹26,000બાકી છે જે દિવાળી પછી ભરવાની છે, મારા ખાતામાં ₹17,800 છે એ લઈ લેજો. મારી પાછળ કોઈ રોતા નહીં, નહીં તો મને દુઃખ થાશે. ગામનાને કહેજો કે હું કોઈ સાથે ભાગી નથી ગઈ. મમ્મી-પપ્પા મારા ઉપર વિશ્વાસ કરે છે એટલું મારા માટે બસ છે. મમ્મી-પપ્પા તમે મને બહુ જ સાચવી છે. તમને મૂકીને જાતાં જીવ તો નથી ચાલતો, પણ પપ્પા આખી જિંદગી તો કેમ કાઢીશ... મને માફ કરી દેજો, મને માફ કરી દેજો, મને માફ કરી દેજો… પોલીસે સુસાઈડ નોટ કબ્જે કરી તપાસ હાથ ધરી યુવતીએ ચીઠ્ઠીના અંતમાં 'તમારી અલ્પા' લખીને ત્રણ વખત મમ્મી-પપ્પા પાસે માફી માંગી છે. યુનિવર્સિટી પોલીસે આ ભાવુક ચીઠ્ઠી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવતી કયા માનસિક તણાવ કે મુશ્કેલીના કારણે આ પગલું ભરવા મજબૂર થઈ તે અંગે પોલીસ પરિવારજનો અને સહકર્મીઓના નિવેદન નોંધીને વધુ તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં 17 વર્ષની સગીરા પર અમાનુષી દુષ્કર્મ:બેભાન થતાં આરોપીના પિતાએ દીકરી ગણાવી હોસ્પિટલમાં દાખલ કરી, રક્તસ્ત્રાવથી કિડની-આંતરડાંમાં ઇન્ફેક્શન; 3 દિવસથી મરણ પથારીએ
    Next Article
    'હું ગોવિંદભાઈ ધોળકિયા બોલું છું' કહી ઠગોનો નવો ખેલ:રાજકોટ એરપોર્ટ પાસે કંપની ખોલી છે, ₹1500માં રજીસ્ટ્રેશન કરાવો; ડીપફેક વીડિયોનો નિવૃત્ત DySPએ ભાંડો ફૂટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment