Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં બે અલગ-અલગ અકસ્માત:ગેરેજ સંચાલકની બેદરકારીથી કારે ગુલાટી મારી, ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર કાર-રિક્ષા વચ્ચે ભયાનક ટક્કરથી એરબેગ ખુલી

    10 hours ago

    સુરત શહેરમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના કારણે બે ગંભીર અકસ્માતોની ઘટના સામે આવી છે. પહેલી ઘટના ઉમરા કેનાલ રોડ પર ગેરેજ સંચાલકની ગુનાહિત બેદરકારીથી સર્જાઈ હતી, જ્યારે બીજી ઘટના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર પૂરઝડપે દોડતી કાર પલટી મારીને રિક્ષા સાથે ભયાનક રીતે અથડાતાં બની હતી. આ બંને બનાવો અંગે પોલીસે નોંધ લઈને કાયદેસરની તપાસ હાથ ધરી છે. સર્વિસમાં આપેલી કાર લર્નિંગ લાયસન્સ ધારકને સોંપતાં અકસ્માત ઉમરા કેનાલ રોડ પર બનેલી ઘટનાની વિગતો અનુસાર, એક વાહન માલિકે પોતાની કાર રિપેરિંગ માટે ગેરેજમાં આપી હતી. ગેરેજ સંચાલકે યોગ્ય કાળજી લેવાને બદલે માત્ર લર્નિંગ લાઇસન્સ ધરાવતા એક યુવકને ટેસ્ટ ડ્રાઇવ માટે કાર સોંપી દીધી હતી. યુવકે કેનાલ રોડ પર બેદરકારીપૂર્વક કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વાહન માલિકે આક્ષેપ કર્યો છે કે, ગેરેજ માલિકની આળસ અને બેદરકારીના કારણે કારના એન્જિન સહિતના મુખ્ય ભાગોને ભારે નુકસાન પહોંચ્યું છે. પૂરઝડપે આવતી કાર પલટી મારી રિક્ષા સાથે અથડાઈ બીજી તરફ સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર એક પૂરઝડપે દોડતી કારના ચાલકે સ્ટેઅરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી ખાઈ ગઈ હતી અને સામેથી આવતી ઓટો રિક્ષા સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે, કારના એરબેગ્સ ખુલી જતાં કાર ચાલકનો બચાવ થયો હતો. જોકે, આ ઘટનામાં રિક્ષાચાલકને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને કુલ બે લોકો ઘવાયા હતા. સ્થાનિકોએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા અકસ્માતનો ધડાકો સંભળાતાં જ બ્રિજ પરથી પસાર થતાં વાહનચાલકો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ તાત્કાલિક મદદ કરી બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બંને બનાવોએ બિનઅનુભવી ચાલકોને ગાડી સોંપવાના જોખમો અને પૂરઝડપે વાહન ચલાવવાની બેદરકારી સામે ફરી એકવાર લાલબત્તી ધરી છે.
    Click here to Read More
    Previous Article
    માત્ર 3 લાખના ચેક માટે અંધ બનેલા પૌત્રને આજીવન કેદ:ગાંધીનગરમાં 85 વર્ષના દાદીની છાતી પર ચડી પાંસળીઓ તોડી હત્યા કરી, મૃતદેહ પરથી ચાંદીના દાગીના ઉતારી વેચી દીધા હતા
    Next Article
    Amazon Freedom Sale 2026: Best Deals on Home Security Cameras from CP Plus, Qubo and More Brands

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment