Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માત્ર 3 લાખના ચેક માટે અંધ બનેલા પૌત્રને આજીવન કેદ:ગાંધીનગરમાં 85 વર્ષના દાદીની છાતી પર ચડી પાંસળીઓ તોડી હત્યા કરી, મૃતદેહ પરથી ચાંદીના દાગીના ઉતારી વેચી દીધા હતા

    11 hours ago

    ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઇટલા ગામે માત્ર ₹3 લાખનો ચેક પચાવી પાડવાના લોભમાં પોતાના જ સગા 27 વર્ષના પૌત્રે 85 વર્ષના અસહાય દાદી પર અમાનુષી અત્યાચાર ગુજારી હત્યા નીપજાવી હતી. આ શરમજનક અને ક્રૂર ઘટનામાં કલોલના ચોથા એડિશનલ સેશન્સ જજ બી. આર. રાજપૂતે ઐતિહાસિક ચુકાદો આપતાં આરોપી પૌત્રને આજીવન સખત કેદની સજા અને ₹1.50 લાખનો દંડ ફટકાર્યો છે. ₹3 લાખના ચેકની લાલચમાં દાદીની છાતી પર ચડી પાંસળીઓ તોડી નાખી માણસાના ઇટલા ગામે ગરબાવાળા વાસમાં રહેતા 85 વર્ષીય વૃદ્ધા લાલીબેન નેનાજી ઠાકોર અને તેમના પરિવાર વચ્ચે જમીન વેચાણ સંદર્ભે ₹3 લાખનો ચેક આવ્યો હતો. ગત તા. 3 ઓક્ટોબર, 2025ના રોજ રાત્રિના સમયે વૃદ્ધાનો સગો પૌત્ર મહેન્દ્રજી અર્ફે ચીકુ અર્ફે બાદશાહ અમૃતજી ઠાકોર (ઉં.વ.27, ધંધો-મજૂરી) આ ચેકની રકમ હડપ કરવાના ઈરાદે દાદીના ઘરે પહોંચ્યો હતો. ચેક મેળવવા બાબતે તેણે દાદી સાથે ઝપાઝપી કરી, ગડદાપાટુનો માર મારી દાદીની છાતી પર ચડી જઈ પાંસળીઓ તોડી નાખતાં વૃદ્ધાનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. હત્યા બાદ મૃતદેહ પરથી ચાંદીના દાગીના ચોરીને વેચી દીધા હત્યા કર્યા બાદ પણ રાક્ષસી મનોવૃત્તિ ધરાવતા પૌત્રની ક્રૂરતા અટકી ન હતી. સગી દાદીનો મૃતદેહ સામે પડ્યો હોવા છતાં તેના મનમાં જરાય પસ્તાવો ન થયો અને તેણે મૃતદેહના પગમાંથી ₹7000ની કિંમતની ચાંદીની શેરો ઉતારી લીધી હતી. ત્યારબાદ આ ચાંદીના દાગીના વેચીને તેણે રોકડી કરી લીધી હતી. કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ આર.આર. પરમાર અને તેમની ટીમે તપાસ ચલાવી આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટે સંસ્કૃત શ્લોક સાથે આકરો ચુકાદો આપ્યો કલોલની સેશન્સ કોર્ટમાં કેસ ચાલવા પર આવતાં એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર જીગ્નેશ એચ. જોશીએ ધારદાર દલીલો રજૂ કરી હતી કે, આરોપી અગાઉ પોતાની માતા અને ભાઈ પર પણ જીવલેણ હુમલો કરી ચૂક્યો છે. સેશન્સ જજ બી. આર. રાજપૂતે પોતાના ચુકાદાની શરૂઆત જ સંસ્કૃત શ્લોકથી કરી નોંધ્યું હતું કે, "લોભમાંથી જ ક્રોધ અને તીવ્ર ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે. લોભ માણસને ભ્રમ અને વિનાશ તરફ ધકેલે છે તથા લોભ જ તમામ પાપોનું મૂળ કારણ છે." કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે, આરોપીએ પોતાના સ્વાર્થ માટે 85 વર્ષના અસહાય દાદીની નિર્મમ હત્યા કરી દાગીના ચોરી લીધા હતા. આવો પાપી અને સંવેદનાહીન આરોપી કોઈ પણ સંજોગોમાં દયાને પાત્ર નથી. કોર્ટે આરોપી મહેન્દ્રજી અર્ફે ચીકુને આજીવન સખત કેદ અને ₹1.50 લાખનો દંડ ભોગવવાનો ચુકાદો સંભળાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    India Take Big Call On Shubman Gill Ahead of 1st Test vs Sri Lanka: Report
    Next Article
    સુરતમાં બે અલગ-અલગ અકસ્માત:ગેરેજ સંચાલકની બેદરકારીથી કારે ગુલાટી મારી, ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર કાર-રિક્ષા વચ્ચે ભયાનક ટક્કરથી એરબેગ ખુલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment