Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીને પિયરથી તેડવા આવેલા પતિનું અજાણ્યા વાહનની ઠોકરે મોત:મધ્યપ્રદેશથી ગાડીના ચોરખાનામાં દારૂ છુપાવી ગોંડલમાં છૂટક વહેંચવા માટે લઇ આવતા મજુરની ધરપકડ

    1 day ago

    રાજકોટ ગ્રામ્ય LCB ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન વિછીયા જસદણ રોડ પર ઓમ છાત્રાલય પાસે એક સફેદ કલરની આર્ટિગા કાર શંકાસ્પદ હાલતમાં નિકળતા તેને અટકાવી ચેક કરતા કારમાં જમણી સાઈડના દરવાજા પાછળની શીટ પાસે તેમજ આગળ બોનેટમાં વાઈપર પાસે ચોર ખાનામાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવતા પોલીસે વિદેશી દારૂની 246 બોટલ અને કાર મળી કુલ રૂ.2.31 લાખના મુદામાલ સાથે મધ્યપ્રદેશના અનેશ ઉદીયા ગણાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી પોતે ગોંડલ નજીકના વિસ્તારમાં છૂટક મજૂરી કામ કરતો હોય જેથી પોતે છૂટકમાં વેચાણ કરવા માટે મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો લઇ આવતો હોવાની કબૂલાત આપી હતી. હિટ એન્ડ રનમાં યુવકનું મોત અમરેલીના બાબરા નજીકના ચરખા ગામે રહેતો સુરેશ એભલભાઇ ઉધરેજીયા (ઉ.વ.28) રાતે 9 વાગ્‍યે કુવાડવા રોડ પટેલ વિહાર રેસ્‍ટોરન્‍ટ નજીક રસ્‍તો ઓળંગી રહ્યો હતો ત્‍યારે અજાણ્‍યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ઘટના સ્‍થળે જ મોત નીપજ્યું હતું. દરમિયાન નજીકમાં ઝૂપડામાં રહેતાં મૃતકના સાસરીયા પક્ષના લોકો દોડી આવતાં ઓળખ થઇ હતી અને બનાવની જાણ થતાં કુવાડવા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક છુટક મજૂરી કરતો હોવાનું અને તેના પત્‍નિ અહિ બનાવ સ્‍થળ નજીક ઝૂપડામાં માવતર ધરાવતાં હોય જેથી પત્નીને તેડવા માટે આવ્‍યો હતો. હાલ કુવાડવા પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. ત્રણ ચોરાઉ બાઈક અને એક લેપટોપ સાથે રીઢો તસ્કર ઝડપાયો માધાપર ચોકડી બ્રીજ નીચે એક રીઢો ગુનેગાર ટકો ચોરાઉ વાહનો, લેપટોપ સાથે ઉભો છે તેવી બાતમી મળતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટિમ સ્થળ પર પહોંચી એક શખ્સને અટકાવી તેનું નામ પૂછતાં પોતે રાહુલ ઉર્ફે ટકો અશોકભાઇ વિકાણી (ઉ.વ.24) જણાવ્‍યું હતું જે મુળ વાંકોનરના રાતી દેવડીનો વતની હોવાનું અને હાલ માધાપર ચોકડી બ્રીજ નીચે જ પડયો પાથર્યો રહેતો હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલ બાઇક બાબતે પુછતા ગલ્લા તલ્લા કર્યા બાદ વાહન ચોરી કર્યાનું અને બીજા બે વાહન પણ ચોરીને નજીકમાં અવાવરૂ જગ્‍યાએ છુપાવ્‍યાની કબૂલાત આપી હતી. આ ઉપરાંત એક ચોરાઉ લેપટોપ પણ તેની પાસેથી મમળી આવ્યું હતું. પોલીસે 30,000નું લેપટોપ, ત્રણ વાહનો મળી કુલ 1.22 લાખનો મુદ્દામાલ કબ્‍જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ અગાઉ રાજકોટ અને વાંકાનેરમાં વાહનચોરી અને ઘરફોડ ચોરી મળી કુલ 16 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું અને બે વખત પાસામાં પણ ધકેલાઈ ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. NDPS કેસમાં ચાર વર્ષથી ફરાર આરોપી ઝડપાયો રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં નોંધાયેલ NDPS કેસમાં દિપક ઉર્ફે ભોલો કરશન માવદીયાનું નામ ખુલતા તે પોતાની ધરપકડથી બચવા છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હતો દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી દિપક ઉર્ફે ભોલો જામનગર ખાતે પોતાના ઘર નજીક ઉભો છે જેથી પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળ વધુ તપાસ માટે પ્રદ્યુમનનગર પોલીસને સોંપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બુટલેગર હિતેશ મોઢવાડીયા પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલાયો ડીસીબી પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં પકડાયેલા આરોપી હિતેશ સવદાસ મોઢવાડીયા (ઉ.વ.25) સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલી આપી હતી જેને પોલીસ કમિશનર દ્વારા મંજુર કરવામાં આવતા પીસીબી ટીમ દ્વારા આરોપી વિરુધ્ધ વોરંટની બજવણી કરી તેની અટકાયત કરી ભુજ જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત દાહોદના પીપલોદ પોલીસ સ્ટેશનમાં પણ દારૂનો ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ચાલું ટ્રેનમાંથી દાગીના મોબાઈલ ભરેલું પર્સ ચોરી કરનાર તસ્કર ઝડપાયો મહારાષ્ટ્રના જલગાંવમાં રહેતા અરફાત્ત અલ્તાફભાઈ નાગવદરીયા તા.04.08.2026ના રોજ પરિવાર સાથે કવિગુરુ ટ્રેનમાં ઉપલેટા સગાના ઘરે આવતા હતા ત્યારે રાત્રીના તેમના માતા દિલસાદબેનનું પર્સ ખેંચીને લઇ જતા પરિવાર રાજકોટ પહોંચી પર્સ ચોરી થયાની રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે તપાસ દરમિયાન રાજકોટ રેલવે જંકશન પર ટ્રેનમાંથી મુસાફરના દાગીના, રોકડ અને મોબાઈલ ભરેલા પર્સની ચોરી કરનાર રૂખડિયાપરાના સાદાન ઉર્ફે રાજુ સમીર ડોસાણીની રેલવે પોલીસે ગણતરીની કલાકોમાં ધરપકડ કરી તેની પાસેથી કુલ રૂ.2.99 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં આરોપી સાદાન ઉર્ફે રાજુ રીઢો ગુનેગાર હોવાનું અને તેની સામે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ચોરી, દારૂ, જાહેરનામા ભંગ સહિતના ચાર ગુના અને એ ડિવિઝન પોલીસમાં મારામારીનો એક ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    UPSC CSAT Prelims Exam 2026: कठिन आ गया Question Paper? Answer Key से पहले Memes Viral | Social List
    Next Article
    સ્કૂલમાંથી પુત્રનું અપહરણ કરનાર પિતા મુંબઈથી ઝડપાયો:સિક્યોરિટી ગાર્ડની નોકરી શોધવાના બહાને 5 દિવસ વોચ ગોઠવી પોલીસ દ્વારા પિતા અને દાદા-દાદી મુંબઈથી ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment