Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાણપુરમાં માર્કેટિંગ યાર્ડ રોડ બિસ્માર, લોકો પરેશાન:ત્રણ મહિનાથી ખાડા ન પુરાતા અકસ્માતનું જોખમ વધ્યું

    2 days ago

    બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં માર્કેટિંગ યાર્ડથી નવા બસ સ્ટેન્ડ સુધીનો રોડ અત્યંત બિસ્માર બન્યો છે. આ રોડ પર ઠેર-ઠેર મોટા ખાડા અને ટેકરા સર્જાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આશરે ત્રણ મહિના પહેલા રોડ પર કામકાજ માટે ખાડા ખોદવામાં આવ્યા હતા, પરંતુ આજદિન સુધી તે પૂરવામાં આવ્યા નથી. આને કારણે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ સતત વધી રહ્યું છે. રોજબરોજ અનેક લોકો આ ખાડા-ટેકરાના કારણે પડીને ઇજાગ્રસ્ત થતા હોવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. રોડની આ બિસ્માર હાલતને કારણે રાણપુરની જનતામાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા જવાબદાર તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી, જેના કારણે લોકોમાં નારાજગી વધી છે. તંત્ર દ્વારા સત્વરે આ રોડનું સમારકામ કરી ખાડાઓ પૂરવામાં આવે અને વાહનચાલકો તથા રાહદારીઓને પડતી મુશ્કેલીમાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    ઇથેનોલ મિશ્રિત E-20 પેટ્રોલ પોલિસી સામે આક્રોશ:નાગરિકોના શુદ્ધ ઇંધણના અધિકાર, એન્જિનના નુકસાન અને મોંઘવારીના મુદ્દે 9 ઓગસ્ટે સુરતમાં AAPનો ભવ્ય ટાઉનહોલ કાર્યક્રમ
    Next Article
    યુવકે 34 સેકન્ડમાં લાકડીના 16 ઘા ફટકાર્યા, VIDEO:સુરતમાં શ્રમિકના મોતના 50 દિવસ બાદ વાયરલ વીડિયોથી સસ્પેન્સ સર્જાયું, પરિવારે કહ્યું- દીકરાના મારના કારણે મોત થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment