Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇથેનોલ મિશ્રિત E-20 પેટ્રોલ પોલિસી સામે આક્રોશ:નાગરિકોના શુદ્ધ ઇંધણના અધિકાર, એન્જિનના નુકસાન અને મોંઘવારીના મુદ્દે 9 ઓગસ્ટે સુરતમાં AAPનો ભવ્ય ટાઉનહોલ કાર્યક્રમ

    2 days ago

    કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં લાગુ કરવામાં આવેલી 20 ટકા ઇથેનોલ મિશ્રિત 'E-20 પેટ્રોલ નીતિ' સામે આમ આદમી પાર્ટી (AAP) એ વિરોધનું બ્યુગલ ફૂંક્યું છે. દિલ્હીમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનો બાદ હવે આ જનઆંદોલન ગુજરાત સુધી વિસ્તર્યું છે. વાહનચાલકો પર પડતા આર્થિક અને તકનીકી બોજ સામે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી આવતીકાલે રવિવાર, 9 ઓગસ્ટના રોજ સુરતના સરથાણા સ્થિત SMC કોમ્યુનિટી હોલ ખાતે સવારે 11 વાગ્યે એક ખાસ ટાઉનહોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની સંયુક્ત આગેવાનીમાં યોજાશે. ભાવ ઘટાડ્યા વગર જબરદસ્તી ઇથેનોલ થોપાયું: ઈસુદાન ગઢવી E-20 નીતિ સામે તીખા પ્રહારો કરતાં આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો હતો કે, પેટ્રોલમાં 20 ટકા જેટલું ઇથેનોલ ઉમેરવામાં આવ્યું હોવા છતાં ગ્રાહકો માટે પેટ્રોલના ભાવમાં 20 ટકાનો કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. સરકારે અમેરિકાના દબાવમાં આવીને આ નિર્ણય લીધો છે અને નાગરિકો પાસેથી 'શુદ્ધ પેટ્રોલ' ખરીદવાનો મૂળભૂત અધિકાર છીનવી લીધો છે. આ મિશ્રિત ઇંધણના કારણે ટુ-વ્હીલર અને કાર ચાલકોના વાહનોની માઈલેજ ઘટી રહી છે તેમજ એન્જિનમાં ગંભીર ખરાબીઓ સર્જાઈ રહી છે. "લોકોની કમાણી હવે પાણીમાં નહીં પણ ઇથેનોલમાં જાય છે": ગોપાલ ઈટાલિયા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, મહેનતની કમાણીથી ખરીદેલા વાહનોમાં નાગરિકોને ભેળસેળવાળું ઇંધણ પૂરાવવા મજબૂર કરાઈ રહ્યા છે. વાહનો વારંવાર બંધ પડી જતાં અને સર્વિસિંગ ખર્ચ વધતાં લોકોનો નાણાકીય બોજ વધી રહ્યો છે. તેમણે માંગ કરી હતી કે પેટ્રોલ પંપ પર વાહનચાલકોને બે વિકલ્પો મળવા જોઈએ. ઇચ્છુક લોકો માટે E-20 અને શુદ્ધ પેટ્રોલ ઈચ્છતા નાગરિકો માટે પ્યોર પેટ્રોલનો વિકલ્પ ઉપલબ્ધ હોવો જોઈએ. ગુજરાતવાસીઓને જોડાવા અપીલ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ઉમેર્યું હતું કે સુરતના ટાઉનહોલમાં ઓટોમોબાઈલ એન્જિનિયરો અને તજજ્ઞો ઉપસ્થિત રહી E-20 પેટ્રોલથી વાહનોને થતા આર્થિક અને ટેકનિકલ નુકસાન અંગે વિગતવાર માહિતી આપશે. આપના નેતાઓએ સુરત અને સમગ્ર ગુજરાતના નાગરિકોને સરથાણા SMC કોમ્યુનિટી હોલ ખાતે રૂબરૂ અથવા સોશિયલ મીડિયાના લાઈવ ટેલિકાસ્ટ મારફતે આ જનઆંદોલનમાં જોડાવા હાકલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રિયંકા ગાંધીની દીકરી મિરાયાની રાજકારણમાં એન્ટ્રી!:રાહુલ સાથે પ્રયાગરાજ પહોંચી, સાંજે 7:30 વાગ્યે ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં ભાગ લેશે
    Next Article
    રાણપુરમાં માર્કેટિંગ યાર્ડ રોડ બિસ્માર, લોકો પરેશાન:ત્રણ મહિનાથી ખાડા ન પુરાતા અકસ્માતનું જોખમ વધ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment