Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પીડબ્રેકર મુકવાની અદાવતમાં યુવક પર છરી-તલવારથી હુમલો:શિવાજી સર્કલ પાસે કુતરાને બિસ્કીટ ખવડાવતા યુવકને ચાર શખસે ઘેરીને માર માર્યો

    2 days ago

    ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગ તથા ગાડી વોશિંગનું કામ કરતા અમિત પુરોહીત પર અગાઉના ઝઘડાની અદાવતમાં ચાર શખસે લોખંડના પાઈપ, તલવાર અને છરીથી હુમલો કર્યો હતો. આ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે ચાર શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગાડી ધોવા જતા સમયે 4 શખસ ધસી આવ્યા ફરિયાદી અમિત આજે 8 ઑગસ્ટે સવારના સાડા પાંચથી છ વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસેથી ટુ વ્હીલર લઈને માલધારી સોસાયટીમાં ગાડી ધોવા જઈ રહ્યા હતા. તે દરમિયાન શિવાજી સર્કલ પાસે મોબાઈલની દુકાન નજીક તેઓ કુતરાને બિસ્કિટ ખવડાવી રહ્યા હતા. ત્યારે બે ટુ-વ્હીલર પર ચાર શખસ આવ્યા હતા. અમિત પર છરી-તલવારથી હુમલો કરી દીધો આ શખસોમાં તુષાર ઉર્ફે તુષુ, રોમી, મીતેશ અને એક અજાણ્યો શખસ સામેલ હતો. હુમલાખોરો પૈકી તુષારે પોતાના હાથમાં રહેલા લોખંડના પાઈપથી અમિતના ડાબા હાથ પર અને પેટના ભાગે ઘા માર્યા હતા. જ્યારે રોમીએ તલવારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. એ સાથે મીતેશે છરીથી હુમલો કરતા અમિતે છરી પકડી લીધી હતી. જેના કારણે જમણા હાથની હથેળીના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આ ઉપરાંત તુષારે ડાબા પગમાં પણ પાઈપથી માર માર્યો હતો અને તમામ શખસોએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સ્પીડબ્રેકર બનાવ્યો હોવાની અદાવતમાં બબાલ આ હુમલા પાછળનું મુખ્ય કારણ આશરે છ મહિના જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. જેમાં આરોપીઓ પોતાના ટુ-વ્હીલરને પુરપાટ ઝડપે ચલાવતા હોવાથી અમીતના ઘર પાસે સ્પીડબ્રેકર બનાવવામાં આવ્યો હતો. આ અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે, ઘટના બાદ ઈજાગ્રસ્ત અમીત પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાંથી તેમને સારવાર માટે સર ટી.હોસ્પિટલ જવાની સલાહ આપવામાં આવી હતી. 3 નામજોગ સહિત 4 સામે ફરિયાદ સારવાર દરમિયાન અમિતના જમણા હાથની હથેળીમાં આશરે છ ટાંકા આવ્યા છે. તેમજ ડાબા હાથ, પેટ, ડાબા પગની ઘુંટી તથા શરીરના અન્ય ભાગમાં ઈજા પહોંચી છે. આ બનાવ અંગે ભોગ બનનાર અમિત પુરોહીતે તુષાર ઉર્ફે તુષુ, રોમી, મીતેશ અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ધોરણસરની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાદડવેલમાં વૃક્ષારોપણ કર્યું:‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત પર્યાવરણ જતનનો સંદેશ
    Next Article
    પ્રિયંકા ગાંધીની દીકરી મિરાયાની રાજકારણમાં એન્ટ્રી!:રાહુલ સાથે પ્રયાગરાજ પહોંચી, સાંજે 7:30 વાગ્યે ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં ભાગ લેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment