Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાદડવેલમાં વૃક્ષારોપણ કર્યું:‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત પર્યાવરણ જતનનો સંદેશ

    2 days ago

    સોનગઢ તાલુકાના સાદડવેલ ખાતે 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણના જતન અને સંવર્ધનનો સંદેશ આપવાનો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાદડવેલ ખાતે છોડ રોપ્યો હતો. તેમણે પોતાની માતાની સ્મૃતિમાં અને પર્યાવરણની રક્ષાના સંકલ્પ સાથે આ અભિયાનમાં ભાગ લીધો હતો. મંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, પર્યાવરણને હરિયાળું અને સમૃદ્ધ બનાવવું એ સૌની નૈતિક ફરજ છે. તેમણે ઉમેર્યું કે 'એક પેડ માં કે નામ' અભિયાન માત્ર વૃક્ષારોપણ પૂરતું સીમિત નથી, પરંતુ તે માતા પ્રત્યેના આદર અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો સુમેળ છે. તેમણે નાગરિકોને વૃક્ષો વાવવા ઉપરાંત તેમના ઉછેર પર પણ ધ્યાન આપવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી જયરામભાઈ ગામીત અને નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લા ભાજપા પ્રમુખ સૂરજભાઈ વસાવા, મહામંત્રી નિખિલભાઈ શેઠ અને અમિત પટેલ સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ, યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.
    Click here to Read More
    Previous Article
    “અભિષેક સર મત મારો…”, 34 સેકન્ડમાં યુવકને 16 દંડા માર્યા:26 વર્ષીય શ્રમિકના મોતમાં નવો વળાંક, વાયરલ વીડિયોના આધારે પરિવારે લગાવ્યો હત્યાનો આક્ષેપ, પોલીસે કહ્યું- લોકેશન અમારું નથી
    Next Article
    સ્પીડબ્રેકર મુકવાની અદાવતમાં યુવક પર છરી-તલવારથી હુમલો:શિવાજી સર્કલ પાસે કુતરાને બિસ્કીટ ખવડાવતા યુવકને ચાર શખસે ઘેરીને માર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment