Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી કોલેજોમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી:સંસ્કૃતિ અને પરંપરા દર્શાવતા ભવ્ય કાર્યક્રમો યોજાયા

    2 days ago

    તાપી જિલ્લાની સોનગઢ અને ઉચ્છલ સરકારી કોલેજોમાં વિશ્વ આદિવાસી દિવસની પૂર્વસંધ્યાએ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, લોકકલા અને અસ્મિતાને ઉજાગર કરવાનો હતો.મા દેવમોગરા સરકારી વિનયન કોલેજ, ઉચ્છલ ખાતે આચાર્ય પ્રોફ. ઉર્વિકકુમાર બી. પટેલના માર્ગદર્શન હેઠળ બે દિવસીય કાર્યક્રમ યોજાયો હતો. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ માટે આદિવાસી પરંપરાગત વાનગીઓની સ્પર્ધા યોજાઈ, જેમાં ૧૩ સ્ટોલ પર વિવિધ આદિવાસી સમાજોની વાનગીઓ પ્રદર્શિત કરાઈ હતી. આ ઉપરાંત, ગામીત, ચૌધરી અને વસાવા સહિતના આદિવાસી લોકવારસાને જીવંત રાખવા લોકગીત સ્પર્ધા પણ યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત આરાધ્ય દેવી મા દેવમોગરાની પૂજા-અર્ચના સાથે થઈ હતી.વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ લોકગીતો પર મનમોહક લોકનૃત્યો અને સમૂહનૃત્યો રજૂ કર્યા હતા, જેનાથી વાતાવરણ આદિવાસી રંગે રંગાઈ ગયું હતું. ઉચ્છલ કોલેજના આ સમગ્ર આયોજનને IQAC કો-ઓર્ડિનેટર પ્રોફ. અયુબ કુમાર ગામીત, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ પ્રોફ. પ્રદીપ વસાવા અને એન.એસ.એસ. અધિકારી પ્રોફ. તૃપ્તિ પાસવીના સુઆયોજનથી સફળતા મળી હતી.બીજી તરફ, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સોનગઢ ખાતે પણ "વિશ્વ આદિવાસી દિવસ" ની ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય ડો. રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ IQAC અને SC-ST Cell ના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. આયોજન "SC-ST Cell" ના અધ્યક્ષ પ્રા. અવિનાશભાઈ એ. વસાવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આચાર્ય ડો. રાજેશ પટેલે વિદ્યાર્થીઓને આદિવાસી દેવી-દેવતાઓની પરંપરા, જનનાયકો અને સંસ્કૃતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.સોનગઢ કોલેજના વિદ્યાર્થીઓએ પણ આદિવાસી ગીત અને નૃત્ય જેવી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ડો. મનેશ બારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમના અંતે પ્રા. અવિનાશભાઈ વસાવાએ સૌનો આભાર વ્યક્ત કર્યો અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.બંને કોલેજોમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં અધ્યાપકો, બિનશૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ઉજવણીને સફળ બનાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ચીતલ ખાતે વંદે ભારતને સ્ટોપેજ મંજૂર:સાંસદ ભરત સુતરિયાની રજૂઆત બાદ 17 ઓગસ્ટથી ટ્રેન રોકાશે
    Next Article
    ભરૂચ-અંકલેશ્વરને 6 આધુનિક રેસ્ક્યુ બોટ મળી:GCPL દહેજે CSR હેઠળ આપત્તિ વ્યવસ્થાપનતંત્રને અર્પણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment