Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિલસ્ટેશન સાપુતારામાં આજથી મોન્સૂન ફેસ્ટિવલ:વરસાદી માહોલમાં આદીવાસી નૃત્ય, હુડા રાસ, ભાંગડા, સીદીના ધમાલ સહિતના લોકનૃત્યએ આકર્ષણ જમાવ્યું; પરેડમાં લોકો ઉમટ્યાં

    21 hours ago

    ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે આજે 8 ઓગસ્ટથી મોન્સૂન ફેસ્ટિવલ-2026નો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. આગામી 29 ઓગસ્ટ સુધી ચાલનારા આ ભવ્ય મહોત્સવને લઈને સ્થાનિકો તેમજ પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ છે. ચોમાસાની હરિયાળી અને કુદરતી સૌંદર્ય વચ્ચે યોજાતા આ મહોત્સવમાં ગુજરાતની લોકસંસ્કૃતિ, આદિવાસી પરંપરા અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓનું સુંદર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સાથેસાથે અન્ય રાજ્યના નૃત્યોની જમાવટ થઈ હતી. દરમિયાન હર્ષ સંઘવીએ ફ્લેગ આપી મોન્સૂન ફેસ્ટિવલની ભવ્ય પરેડનું પ્રસ્થાન કરાવ્યું હતું પરેડને નાયબ મુખ્યમંત્રીનું ફ્લેગ ઓફ મોન્સૂન ફેસ્ટિવલના પ્રારંભ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ફ્લેગ આપી મોન્સૂન ફેસ્ટિવલની ભવ્ય પરેડનું પ્રસ્થાન કરાવ્યું હતું. વિશેષતા એ રહી કે પરેડને ફ્લેગ ઓફ કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી પણ પરેડ સાથે ચાલતા જોવા મળ્યા હતા, જેનાથી ઉપસ્થિત જનમેદનીમાં પણ ભારે ઉત્સાહ સંચારિત થયો હતો. આદિવાસી સંસ્કૃતિ અને લોકનૃત્યોનું આકર્ષણ પરેડ દરમિયાન ડાંગની આગવી આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. ડાંગના પરંપરાગત નૃત્યો તેમજ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પરેડ દરમિયાન રજૂ કરવામાં આવેલા ડાંગ નૃત્ય અને વિવિધ કૃતિઓને નિહાળી કલાકારોનો સૌએ ઉત્સાહ વધાર્યો હતો. પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણો સાપુતારાની રમણીય વાદીઓમાં ચોમાસાની મોસમ દરમિયાન યોજાતા આ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકનૃત્યો અને સ્થાનિક કલાકારોની રજૂઆતો દ્વારા પ્રવાસીઓને ડાંગની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિનો પરિચય કરાવવામાં આવી રહ્યો છે. તા. 29 ઓગસ્ટ સુધી ચાલનારા આ ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓ માટે અનેક આકર્ષણો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. મહોત્સવના પ્રારંભ સાથે જ સાપુતારા ફરી એકવાર પ્રવાસીઓથી ધમધમી ઊઠ્યું છે અને સમગ્ર વાતાવરણમાં ઉત્સવનો માહોલ છવાયો છે. આ પ્રસંગે રાજ્યમંત્રી અને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી જયરામ ગામિત તેમજ વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પરેડ પૂર્ણ થયા બાદ નાયબ મુખ્યમંત્રી સભાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં મોન્સૂન ફેસ્ટિવલના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    કાજલ ઓઝા વૈદ્ય સાથે સ્નેચિંગ કરનારા ગુનેગારોની ધરપકડ:મોજશોખ માટે મિત્રનું બર્ગમેન સ્કૂટર લઈને સ્નેચિંગ કરવા નીકળ્યા હતા, આરોપી પાસેથી ₹1.70 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    Dating Apps, Intimate Photos: How UP Woman Duped Men Of Rs 6 Crore

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment